ટ્રેન્ડિંગધર્મનવરાત્રિ 2023

ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ બંને એકબીજાથી કેમ છે અલગ?

  • ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તો પછી આ બંને નવરાત્રિ એકબીજાથી અલગ કેમ છે? જાણો બંને નવરાત્રિ વચ્ચે શું છે અંતર

Navratri 2023: નવરાત્રિના પર્વ પર માતા રાનીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ભલે તે ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય કે આસોની નવરાત્રિ. ચૈત્ર મહિનામાં પડતી નવરાત્રિને ચૈત્રી નવરાત્રિ અને આસો અથવા શરદ ઋતુમાં પડતી નવરાત્રિને શારદીય નવરાત્રિ કહેવાય છે. ભારતમાં આ બે નવરાત્રિ ઉપરાંત અન્ય બે નવરાત્રિ પણ આવે છે, જે ગુપ્ત નવરાત્રિ હોય છે.
પારિવારિક જીવન જીવતા લોકો માટે વર્ષમાં બે વખત નવરાત્રિનો તહેવાર આવે છે. પહેલી નવરાત્રિ ચૈત્ર મહિનામાં આવે છે. આ નવરાત્રિના પર્વ સાથે હિંદુ નવ વર્ષની શરૂઆત થાય છે. બીજી નવરાત્રિ આસો મહિનામાં આવે છે. તેને શારદીય નવરાત્રિ કહેવાય છે.

આ બે નવરાત્રિ ઉપરાંત પોષ અને અષાઢ મહિનામાં નવરાત્રિ આવે છે, તેને ગુપ્ત નવરાત્રિના નામથી ઓળખવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિને લઇને એવું કહેવાય છે કે આ નવરાત્રિમાં તંત્ર સાધના થાય છે. ગૃહસ્થ જીવન જીવનારા લોકો માટે માત્ર ચૈત્ર અને શારદીય નવરાત્રિ શુભ હોય છે.

ચૈત્ર નવરાત્રિ ઉજવવા પાછળના કારણ

ચૈત્ર નવરાત્રિને લઇને એવું કહેવાય છે કે જ્યારે ધરતી લોક પર મહિષાસુર દાનવનો આતંક વધી ગયો હતો અને તેને હરાવવો દેવતાઓ માટે મુશ્કેલ બની ગયો હતો કેમકે તેને વરદાન પ્રાપ્ત હતું કે કોઇ પણ દેવતા તેને હરાવી નહીં શકે. આવી સ્થિતિમાં દેવતાઓએ માતા પાર્વતીને પ્રસન્ન કરીને તેમની રક્ષા કરવાની પ્રાર્થના કરી. દેવતાઓની વાત સાંભળીને માતા પાર્વતીએ પોતાના અંશમાંથી નવ સ્વરૂપ પ્રકટ કર્યા અને તમામ દેવતાઓએ પોતાના શસ્ત્ર આપીને શક્તિ સંપન્ન બનાવ્યા. આ ક્રમ ચૈત્ર મહિનાની એકમથી શરૂ થઇને નવ દિવસ સુધી ચાલ્યો. જેના કારણે ચૈત્ર મહિનામાં નવ દિવસ સુધી ચૈત્રી નવરાત્રિ ઉજવવામાં આવે છે.

ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિની વચ્ચે શું છે સંબંધ, કેમ છે એકબીજાથી અલગ? hum dekhenge news

શારદીય નવરાત્રિ ઉજવવા પાછળનું કારણ

આસો મહિનામાં માતા દુર્ગાએ મહિષાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું અને તેનો દસમાં દિવસે સર્વનાશ કરી દીધો. આ કારણે આસો મહિનાના નવ દિવસ શક્તિની આરાધના કરવામાં આવે છે. શારદીય નવરાત્રિના નામ પાછળ આજ કારણ છે કે આસો મહિનામાં શરદ ઋતુનો આરંભ થાય છે.

ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિ કેમ છે અલગ

ચૈત્ર નવરાત્રિમાં કઠિન સાધનાને અને વ્રતને મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે શારદીય નવરાત્રિમાં સાત્વિક સાધના, નૃત્ય, ઉત્સવ વગેરેને મહત્ત્વ આપવામાં આવે છે. આ દિવસો શક્તિ સ્વરૂપ માતા દુર્ગાની આરાધનાના દિવસ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રિનું વધુ મહત્ત્વ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં જોવા મળે છે. શારદીય નવરાત્રિનું વધુ મહત્ત્વ ગુજરાત અને બંગાળમાં જોવા મળે છે. શારદીય નવરાત્રિના અવસરે બંગાળીઓ માતા શક્તિની આરાધનાનો દુર્ગા પૂજા પર્વ ઉજવે છે. તો ગુજરાતમાં ગરબા, દાંડિયા જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. શારદીય નવરાત્રિના દસમા દિવસે વિજયા દસમીનું આયોજન થાય છે. ચૈત્ર નવરાત્રિના અંતમાં રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામનો જન્મ રામનવમીના દિવસે થયો હતો.

આ પણ વાંચોઃ અંબાજીના પ્રસાદમાં નકલી ઘી કેસમાં 4 આરોપીની ધરપકડ, હવે ખુલશે પત્તા

Back to top button