ધર્મ

ભસ્મ આરતી સમયે મહિલાઓ કેમ નથી કરી શકતી મહાકાલના દર્શન ? જાણો રહસ્ય

Text To Speech

ઉજ્જૈનને મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની માનવામાં આવે છે અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરની ઘણી રસપ્રદ વાતો છે. અહીંની પૂજામાં ભાગ લેવા માટે ભક્તો હંમેશા ઉત્સુક હોય છે. અહીં ભસ્મ આરતી થાય છે, જેમાં અહીની પરંપરાનું પાલન કરવામાં આવે છે. જે તમને વિચિત્ર પણ લાગશે. આ આરતી દરમિયાન મહિલાઓને 10 મિનિટ સુધી મહાકાલ બાબાના દર્શન કરવાની છૂટ નથી. આવું કરવા પાછળ એક મોટું કારણ પણ છે. આ દરમિયાન મહિલાઓને ઘૂંઘટ કરવા માટે પણ કહેવામાં આવે છે. તો હવે પ્રશ્ન થશે કે કેમ આવા નિયમોનું પાલન કરવામાં આવે છે ? જાણો અહીં કારણ

આ પણ વાંચો : રસ્તા પર પડેલી આ વસ્તુઓને ભુલથી પણ ન અડતાઃ થશે મોટુ નુકશાન

ભસ્મ આરતી સમયે મહાકાલ નવા સ્વરૂપમાં આવે છે

મહાકાલ મંદિરના પૂજારીઓ જણાવે છે કે ભસ્મ આરતી સમયે મહાકાલ શિવના રૂપમાંથી શંકરના રૂપમાં આવે છે, એટલે કે તે નિરાકારમાંથી ભૌતિક સ્વરૂપ ધારણ કરે છે. તે સમયે મહાકાલને ભસ્મ લગાવામાં આવે છે અને સ્ત્રીઓને તેમના અભ્યંગ સ્નાન જોવાની મંજૂરી નથી. આવી સ્થિતિમાં તેમને ઘૂંઘટ કરવા માટે કહેવામાં આવે છે. ત્યાંના પૂજારીઓ જણાવે છે કે જે રીતે કપડા બદલવામાં આવે છે, તેવી જ રીતે ભગવાન મહાકાલ નિરાકારમાંથી રૂપ ધારણ કરે છે અને આ જ કારણ છે કે મહિલાઓને થોડા સમય માટે ઘૂંઘટ કરવા માટે કહેવામાં આવે છે.

ભસ્મ આરતી  - Humdekhengenews

ભસ્મ આરતી માટે કેવી રીતે બુકિંગ કરવું

જો તમે ભસ્મ આરતી માટે બુકિંગ કરાવવા માંગતા હોવ તો તમારે મંદિરની વેબસાઇટ www.mahakaleshwar.nic.in પર જવું પડશે. ત્યાં તમે લાઈવ દર્શનની સાથે ભસ્મ આરતી માટે બુક કરી શકો છો.

ભસ્મ આરતી  - Humdekhengenews

માત્ર અહી જ મહાકાલને ચઢે છે રાખ

અહીં 12 જ્યોતિર્લિંગ છે, જેમાંથી ત્રીજા સ્થાનને ભગવાન મહાકાલનું સ્થાન માનવામાં આવે છે. તેમને બ્રહ્માંડના રાજા પણ કહેવામાં આવે છે. અહીં ભગવાન મહાકાલને દરરોજ ભસ્મ ચઢાવવામાં આવે છે. અહીં પહેલા ભસ્મ આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ જ સવારની આરતી અને ભોગ ચઢાવવામાં આવે છે. આ સિવાય સાંજની આરતી અને શયન પછી મહાકાલના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. જો તમે અહીં મુલાકાત લેવા માંગતા હો, તો તમે સવારે 4:00 થી 11:00 વાગ્યાની વચ્ચે જઈ શકો છો. તમને જણાવી દઈએ કે આ જ્યોતિર્લિંગમાં જ મહાકાલને ભસ્મ ચઢાવવામાં આવે છે.

Back to top button