ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં કેમ હિંસા રોકી શકતી નથી મોદી સરકાર?

મણિપુરમાં હિંસા યથાવત: 100થી વધારે લોકોના મોત, 50 હજારથી વધારે વિસ્થાપિત, લોકોના ઘર સળગાવવામાં આવ્યા, દુકાનો ફુંકી મારી, ચર્ચ સળગાવી દેવામાં આવ્યા.

ગૃહ મંત્રી અમિત શાહે મણિપુરની મુલાકાત લીધી. અસમના મુખ્યમંત્રી હિમત બિસ્વા સરમાને મૈતેઇ અને કુકી સમુદાય વચ્ચેના સંબંધોમાં આવેલી ખટ્ટાસને ઓછી કરવાની જવાબદારી આપવામાં આવી, પરંતુ મણિપુરમાં હિંસા યથાવત છે.

લેટેસ્ટ ઘટનાક્રમમાં ગુરૂવારે રાત્રે ઈમ્ફાલના કોંગબામાં સ્થિતિ કેન્દ્રીય મંત્રી આરકે રંજન સિંહના ઘરને આગ લગાવી દેવામાં આવી. તે પહેલા બુધવારે એક ગામમાં સંદિગ્ધ ચરમપંથી હુમલામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થઈ ગયા હતા.

કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પરંતુ તે છતાં હિંસા યથાવત છે. તો બીજી તરફ ટાર્ગેટ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કરવામાં આવી રહ્યાં છે. શું કારણ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર એક મહિનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા તણાવ અને હિંસાને કંટ્રોલ કરી શકી રહી નથી. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી એન બીરેન સિંહ મણિપુર હિંસાના મુદ્દાને ઉકેલવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે.

મણિપુરમાં સરકારના પગલા અપૂરતા?

ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના યાત્રાના સમયે બધા પક્ષો સાથે વાત કરીને 15 દિવસની અંદર શાંતિ સ્થાપિત કરવાની અપિલ કરી હતી. પરંતુ સ્થિતિ વધારે ખરાબ થતી જઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે મણિપુરમાં સ્થિતિને ઠિક કરવા માટે જેવી રીતના પગલા ભરવાની જરૂર છે તે પગલા ન કેન્દ્ર સરકારે ઉઠાવ્યા ન રાજ્ય સરકાર ઉઠાવી રહી છે.

નાંબોલના સનોઈ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર નિન્ગોમબામ શ્રીમાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, સરકારે લોકોને તેમના હાલત પર છોડી દીધા છે. કુકી અને મૈતેઈ બંને સમુદાયના લોકોને લાગી રહ્યું છે કે તેમને પોતાની સુરક્ષા જાતે કરવી પડશે કેમ કે સરકાર તેમના માટે કંઇ જ કરી રહી નથી. તે કારણે સ્થિતિ વધારે વણસી ગઈ કેમ કે લોકો હિંસાથી બચવા માટે પોતે હિંસાનો જ સહારો લઈ રહ્યા છે.

વિશ્વાસ તૂટ્યો

વિશેષજ્ઞ જણાવે છે કે બંને સમુદાયો વચ્ચે લાંબા સમયથી મતભેદ હોવા છતાં રાજ્યમાં કુકી અને મૈતેઈ સમુદાય શાંતિપૂર્વક રહેતા આવ્યા છે. અહીં સુધી કે બંને વચ્ચે વ્યાપારિક સંબંધ પણ રહ્યાં છે. પરંતુ હાલમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે તેમનો એકબીજા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

હાલમાં મણિપુરમાં કુકી બહુમતી ધરાવતા વિસ્તારમાં કોઈ મૈતેઈ પગ રાખવાની પણ હિંમત કરી શકે નહીં. તો બીજી તરફ મૈતેઇ લોકોના વિસ્તારમાં જવાનું સહાસ કુકી ક્યારેય કરશે નહીં. નિન્ગોમબામ શ્રીમા કહે છે કે જ્યાર સુધી કેન્દ્ર સરકાર ખુબ જ મજબૂતિથી દખલગીરી કરતી નથી અને રાજ્ય સરકાર સામાન્ય લોકોની સુરક્ષાનું પૂરતિ વ્યવસ્થા કરતી નથી, ત્યાર સુધી હિંસાને રોકવી અશક્ય છે.

રાજ્યમાં કામ કરી રહેલા માનવાધિકાર કાર્યકર્તા કે. ઓનીલ કહે છે કે રાજ્યમાં ચાલી રહેલી હિંસાને રોકવા માટે જે ગંભીરતા કેન્દ્ર સરકારે બતાવવી જોઈતી હતી તે તેને બતાવી નથી.

શાંતિ સમિતિ

મણિપુરની રાજ્યપાલ અનુસૂઇયા ઉઈકેની અધ્યક્ષતામાં કેન્દ્ર સરકારે 51 લોકોની જે શાંતિ કમેટી બનાવી છે, તેને લઈને પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. એક તરફ કૂકી જનજાતિની સર્વોચ્ચ સંસ્થા કુકી ઈપીએ શાંતિ સમિતિની રચનાને ફગાવી દીધી છે. તો બીજી તરફ મૈતેઈ સમુદાયનું નેતૃત્વ કરી રહેલી કોઓર્ડિનેટિંગ કમેટી ઓન મણિપુર ઈન્ટીગ્રિટીએ આ શાંતિ કમેટીમાં સામેલ ન થવાની જાહેરાત કરી છે.

કે. ઓનીલ કહે છે, “સ્થિતિ સુધારવાના હેતુથી સરકારે જે શાંતિ-સમિતિની રચના કરી તેમાં તેમને પોતાની મરજીથી લોકોને સામેલ કર્યા. આ સમિતિમાં એક પણ એવો વ્યક્તિ નથી જે રાજ્યના વિસ્તારની સ્થિતિનો નિષ્ણાત હોય. તો આ વાતથી જ સરકારના ઈરાદાઓ સમજમાં આવી જાય છે.”

વડાપ્રધાનનું મૌન

એક મહિનાથી ચાલી રહેલી હિંસા છતાં અત્યાર સુધી સાર્વજનિક રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દા પર એક પણ શબ્દ બોલ્યો નથી. કુકી જનજાતિના સર્વોચ્ચે કુકી સંગઠને આના પર નારાજગી દર્શાવી છે કે પીએમ મૌન છે. કે ઓનીલ કહે છે કે મૈતેઇ અને કુકી બંને સમુદાયના લોકો તે વાતથી આહત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુદ્દા પર અત્યાર સુધી એક શબ્દ પણ બોલ્યા નથી.

નિન્ગોમબામ શ્રીમા કહે છે કે, હાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનથી નિરાશા તો છે પરંતુ લોકોમાં વધારે ગુસ્સો રાજ્ય સરકારને લઈને છે.

નિન્ગોમબામ શ્રીમા આગળ કહે છે કે, લોકો મુખ્યમંત્રી એન બીરેન સિંહથી ખુબ જ નારાજ છે. તેમને લોકોની સુરક્ષા માટે કંઇ જ કર્યું નથી. મૈતેઈ લોકોને તે વાતનો ગુસ્સો છે કે રાજ્ય વિધાનસભામાં 60માંથી 40 ધારાસભ્ય મૈતેઇ સમુદાયના છે પરંતુ આ ધારાસભ્યો વડાપ્રધાન સુધી વ્યવસ્થિત રીતે વાત પહોંચાડી શક્યા નથી.

કેવી રીતે શરૂ થઈ હિંસા?

હિંસા 3 મેના રોજ શરૂ થઈ હતી જ્યારે રાજ્યના કુકી સહિત અન્ય આદિવાસી સમુદાયોએ મૈતેઈ સમુદાયને આદિજાતિનો દરજ્જો આપવાની માંગ સામે રેલી કાઢી હતી, જે પાછળથી હિંસક બની હતી.

તેમને મૈતેઇ સમુદાય પર હુમલા કર્યા. જવાબમાં મૈતેઇ સમુદાયે પણ પોતાના બદલાની કાર્યવાહી શરૂ કરી દીધી અને મૈતેઇ બહુમતિ વિસ્તારમાં રહી રહેલા કુકી સમુદાયના લોકોના ઘર સળગાવી દીધા અને તેમના પર હુમલા કર્યા.

આ હુમલાઓ પછી મૈતેઇ બહુમતિ ધરાવતા વિસ્તારમાં રહેનારા કુકી અને કુકી બહુમતિ ધરાવતા વિસ્તારમાં રહેતા મૈતેઇ પોત-પોતાના ઘર છોડીને જવા લાગ્યા.

નિષ્ણાતોનું કહેવું છે કે રાજ્યના પહાડી વિસ્તારો પર રહેતા કુકી જાતિના લોકો મૈતેઈ વિસ્તાર પર ફાયરિંગ કરી રહ્યાં છે જેમાં મોટી સંખ્યામાં મૈતેઇ લોકોના મોત થઈ રહ્યા છે. હાલમાં રાજ્યમાં 40 હજાર સુરક્ષા કર્મચારી તૈનાત છે.

મણિપુરમાં મુખ્ય રીતે ત્રણ સમુદાયના લોકો રહે છે. મૈતેઇ અને જનજાતિય સમૂહ કુકી અને નગા. પહાડી વિસ્તારોમાં કુકી, નગા સહિત બીજી આદિવાસી જાતિના લોકો રહે છે. જ્યારે ઈમ્ફાલ ઘાટીમાં બહુસંખ્યક મૈતેઇ લોકો રહે છે. મૈતેઇ સમુદાયના મોટાભાગના લોકો હિન્દુ છે. જ્યારે નગા અને કુકી સમુદાયના લોકો મુખ્ય રીતે ખ્રિસ્તી ધર્મના છે.

Back to top button