ટ્રેન્ડિંગવર્લ્ડવિશેષ

કેનેડા શા માટે છે શીખોની પ્રથમ પસંદ, હાલ કુલ કેટલા ભારતીયો જાણો

HD ન્યુઝ ડેસ્ક, 8 મે: ભારતીય શીખો દેશની બહાર વસવાટ કે ટ્રાવેલ કેનેડાને પ્રથમ પસંદ કરે છે. કારણ કે શીખોનો કેનેડા પ્રત્યેનો પ્રેમ કોઈનાથી છૂપો નથી, આજે કેનેડાની વસ્તીમાં શીખોનું બહુ મોટું યોગદાન છે. આવી સ્થિતિમાં, સવાલ એ ઊભો થાય છે કે મોટા પ્રમાણાં શીખ વસ્તી ધરાવતું કેનેડા શા માટે શીખોની પ્રથમ પસંદ છે? કેનેડાના રાજકારણમાં પણ શીખો પોતાનું પ્રભુત્વ હોવાના કારણે ત્યાંની ચૂંટણીમાં પણ શીખોનું મહત્વનું યોગદાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. કેનેડામાં શીખોની વસ્તીની વાત કરીએ તો, 2021ની વસ્તી ગણતરી પ્રમાણે, ત્યાંની કુલ વસ્તીમાં 2.1 ટકા શીખ સમુદાય છે. આમ, ભારત પછી કેનેડા શીખોની વસ્તી મામલે બીજા ક્રમે આવે છે.  1990થી ધીમે ધીમે શીખોનો ઝુકાવ કેનેડા માટે વધવા લાગ્યો હતો.

શીખોને કેમ પસંદ છે કેનેડા?

આઝાદી પહેલા જ્યારે ભારતમાં બ્રિટીશ શાસન હતું ત્યારે ભારતની બ્રિટિશ સરકાર ભારતીયોની સૈન્યમાં ભરતી કરીને લંડનમાં મોકલી હતી. 1897માં રાણી વિક્ટોરિયા દ્વારા ડાયમંડ જ્યુબિલી ઉજવણીના પ્રસંગે ભારતીયોની સૈન્ય ટુકડીને પણ આમંત્રિત કરી હતી. જેમાં કેટલાક શીખ સૈનિકો પણ સામેલ હતા. તેમાંથી એક રિસાલેદાર મેજર સિંઘ હતા, જેમણે કેનેડામાં સ્થાયી થવાનું નક્કી કર્યું. આમ, કેનેડામાં સ્થાયી થનાર તેઓ પ્રથમ શીખ હતા.

શીખોનું 90ના દશક પછીનું સ્થળાંતર

મેજર રિસાલેદાર સિંહ પછી તેમની સાથે રહેલા કેટલાક અન્ય સૈનિકોએ પણ કેનેડામાં સ્થાયી થવાનું નક્કી કરતા આ લોકો બ્રિટિશ કોલંબિયામાં સ્થાયી થયા હતા. આ પછી, જ્યારે બાકીના સૈનિકો ભારત પાછા ફર્યા ત્યારે તેઓએ કેનેડામાં સુવિધાઓ અને રહેવાની વ્યવસ્થા વિશે લોકો જોડે વાતો કરી અને એમ પણ કહ્યું કે બ્રિટિશ સરકાર ભારતીય લોકોને ત્યાં વસાવવા માટે તૈયાર છે. આ પછી ભારતીયોના કેનેડા સ્થાયી થવાનો સિલસલો ચાલુ થયો જેમાંથી મોટા ભાગના શીખ હતા. આમ, ભારતીય શીખો કેનેડામાં નિશ્ચિતપણે સ્થાયી થવા લાગ્યા. જો કે, 90 ના દાયકા પછી મોટાભાગના શીખો ભારતમાંથી કેનેડામાં સ્થળાંતર કરી ગયા.

હાલમાં શીખ સહિત ભારતીયોની વસ્તી

હાલમાં કેનેડામાં શીખ સમુદાયની વસ્તી અંદાજે 8 લાખ છે.કેનેડામાં શીખોએ મોટાભાગે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે. જેમાં રાજકીય સ્તરે પણ સારુ એવું પ્રભુત્ત્વ હાંસલ કર્યું છે. કેનેડાની ચૂંટણીમાં પણ શીખોને એક મોટી વોટબેંક માનવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખતા કેનેડાની સરકાર તેમના સવલત માટે પણ ખાસ ધ્યાન રાખે છે.

આ પણ વાંચો: દિલજીત દોસાંજનો નવો રેકોર્ડ: કેનેડાના વાનકુવર સ્ટેડિયમમાં પરફોર્મન્સ આપી ઈતિહાસ રચ્યો

Back to top button