સ્પોર્ટસ

કેમ IPL અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નહીં જોવા મળે બુમરાહ ? શું છે કારણ

Text To Speech

એક તરફ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે, તો બીજી તરફ ખેલાડીઓની ઈજા પણ બોર્ડ માટે દુ:ખદ સાબિત થઈ રહી છે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI) સાથે જોડાયેલા સૂત્રો અનુસાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઇજાને લીધે આગામી IPL સીઝન તેમજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ મિસ કરશે.

આ પણ વાંચો : કેપ્ટનશિપ પર વિરાટનું દર્દ, કહ્યું- હજુ પણ મને અસફળ કેપ્ટન કહેવામાં આવે છે

ભારતીય ટીમનો સ્ટાર બોલર બુમરાહ હજી સુધી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી અને તેને રિકવર થવામાં હજી વધુ સમય લાગશે. સૂત્રોનું કહેવું છે કે, ઇન્ડિયન ટીમ મેનેજમેન્ટનો ટાર્ગેટ છે કે, બુમરાહ ઓક્ટોબર-નવેમ્બરમાં થનાર વર્લ્ડ કપ પહેલાં સ્વસ્થ થઈ જાય. જેથી તે ICC ટૂર્નામેન્ટમાં રમીને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે. ઉલ્લેખનીય છે કે, બુમરાહ ભારત માટે છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ T20માં રમ્યો હતો.

Rohit and Bumrah - Hum Dekhenge News

આ પછી તેને તાજેતરમાં કાંગારું સામેની ત્રણ વનડે શ્રેણીમાં અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. લેટેસ્ટ અપડેટ એ છે કે નેશનલ ક્રિકેટ એકેડમી બુમરાહને જલ્દી જ ફિલ્ડ પર લાવવા માટે ઉતાવળ કરવા માગતું નથી અને તે લાંબો સમય રિહેબમાં સ્પેન્ડ કરશે. પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ IPLથી કમબેક કરી લેશે. તેનું કારણ એ કહેવામાં આવી રહ્યું હતું કે, બુમરાહની બોડી 4 ઓવરનું વર્કલોડ સહન કરી શકે એમ છે. જો કે, હવે તે IPLમાં પણ કમબેક નથી કરવાનો તો તેની ઇન્જરીના સ્ટેટ્સ અને ફાઇનલ રિપોર્ટ્સ અંગે ફેન્સે રાહ જોવી પડશે.

આ પણ વાંચો : Video : ખરાબ ફોર્મથી પરેશાન કેએલ રાહુલ પહોંચ્યા બાબા મહાકાલના દરબારમાં !

Back to top button