અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલમધ્ય ગુજરાતવર્લ્ડ કપસ્પોર્ટસ

બૉયકોટ ભારત-પાકિસ્તાન મેચ – સોશિયલ મીડિયા પર શા માટે ટ્રેન્ડ કરે છે?

  • આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પીચ ખોદી નાખવાની આપી હતી ધમકી
  • પાકિસ્તાનની ટીમના સ્વાગત અને બોલિવૂડ દ્વારા થનાર પરફોર્મન્સ સામે પણ સોશિયલ મીડિયામાં નારાજગીની સેંકડો પોસ્ટ

મોટેરાઃ આમ તો ક્રિકેટ રસિયા માટે અને બિઝનેસ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બધી રીતે રોમાંચક અને લાભદાયક હોય છે, છતાં આવતીકાલે શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહેલી વર્લ્ડકપની મેચને બૉયકોટ કરવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે.

સોશિયલ મીડિયાના અનેક યુઝર આતંકવાદી ઘટનાઓમાં પાકિસ્તાનની સંડોવણીને કારણે પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાનો જ વિરોધ કરી રહ્યા છે.

અનેક સોશિયલ મીડિયા યુઝર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઘટનાઓને કારણે ભારતીય સૈન્ય જવાનોની વીરગતિ ઉપરાંત નાગરિકોનાં મૃત્યુની વિગતો, ફોટા, વીડિયો શૅર કરીને વર્લ્ડકપની મેચનો બૉયકોટ કરવાની હાકલ કરી રહ્યા છે.

કેટલાક યુઝરે તો બીસીસીઆઈને માનદ સેક્રેટરી જય શાહ ઉપર પણ આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાસ કરીને ગુરુવારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ અમદાવાદ આવી ત્યારે હોટેલમાં જે ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું તેનાથી અનેક લોકો છંછેડાઈ ગયા હતા અને પોતાનો આક્રોશ સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કર્યો હતો.

બીસીસીઆઈ ઉપર લોકોની નારાજગી અરિજિત સિંહના લાઇવ પરફોર્મન્સને કારણે પણ જોવા મળી છે. અનેક લોકોનું કહેવું છે કે, એક તરફ વર્લ્ડકપનો કોઈ ઉદ્દઘાટન સમારંભ રાખવામાં આવ્યો નહોતો, પરંતુ પાકિસ્તાન સામેની મેચ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલિવૂડના કલાકારોનું લાઇવ પરફોર્મન્સ શા માટે રાખવામાં આવ્યું છે?

અહીં એ પણ ખાસ નોંધવું જોઇએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ આ વખતે ભારતીય ટીમ પાકિસ્તાન સાથે ક્રિકેટ રમે તેના વિરોધમાં છે. જે રીતે વર્ષો પહેલાં મુંબઈમાં શિવસેનાએ વાનખેડે સ્ટેેડિયમની પીચ ખોદી નાખી હતી તેવી રીતે આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમવાની સરકાર સમક્ષ માગણી ઉઠાવી હતી. આપ પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તો થોડા દિવસ પહેલાં વીડિયો જારી કરીને નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં પરંતુ જો બીસીસીઆઈ વાત ન સાંભળે તો પીચ ખોદી નાખવાની પણ ધમકી આપી હતી.

ઉમેશ મકવાણાએ આપેલી ધમકીના સમાચાર અહીં વાંચો – આમ આદમી પાર્ટીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ખોદી નાખવાની આપી ધમકી

 

Back to top button