કેમ ઓસ્ટ્રેલિયા ભારતમાં પ્રેક્ટિસ મેચ રમવા તૈયાર નથી ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ 9 ફેબ્રુઆરીએ રમાશે, પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસ પર એક પણ પ્રેક્ટિસ મેચ રમશે નહીં.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝ 9 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. WTC ફાઇનલમાં પહોંચવા અને ટેસ્ટ રેન્કિંગમાં નંબર-1 આવવાની દૃષ્ટિએ આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દરેકની નજર આ સિરીઝ પર ટકેલી છે. આ મહત્વપૂર્ણ સીરિઝ પહેલા આરોપોનો દોર પણ શરૂ થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ઈયાન હીલીએ BCCI પર ટિપ્પણી કરી છે.
આ પણ વાંચો : ગૃહ રાજ્યમંત્રીનો દાવો, ગુજરાત પોલીસે એક વર્ષમાં 9006 કરોડથી વધુનું ડ્રગ્સ પકડ્યું
BCCI પર ટિપ્પણી
વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામેની સીરીઝની શરૂઆત પહેલા એક પણ પ્રેક્ટિસ મેચ રમી રહી નથી. તેનું કારણ એવું જણાવવામાં આવી રહ્યું છે કે BCCI પ્રેક્ટિસ મેચ માટે અલગ પ્રકારની પિચ આપે છે, જ્યારે વાસ્તવિક ટેસ્ટ મેચમાં પિચનું વર્તન બિલકુલ અલગ હોય છે. આવી સ્થિતિમાં ભારતના પ્રવાસની તૈયારી માટે નોર્થ સિડનીમાં જ ભારતીય પિચો જેવી વિકેટ તૈયાર કરવામાં આવી હતી અને જેના પર ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રેક્ટિસ કરી હતી.
ઇયાન હીલીએ આપ્યુ આ કારણ
ઓસ્ટ્રેલિયાની આ તૈયારી પર ઇયાન હીલીએ કહ્યું, ‘અમે અમારા સ્પિનરોને સિડનીમાં રણનિતીક વાતચીત માટે ભેગા કર્યા કારણ કે અમને બિલકુલ ખાતરી નથી કે પ્રેક્ટિસ માટે જે પ્રકારની સુવિધાઓ (પીચ)ની જરૂર છે, અમને ત્યાં (ભારતમાં)આપવામાં આવશે. મને લાગે છે કે આપણે આખરે અમારો પાઠ શીખી લીધો છે. જ્યારે મેં સાંભળ્યું કે અમે ભારતના પ્રવાસ પર વોર્મ-અપ મેચ રમીશું નહીં, ત્યારે હું એન્ડ્રુ મેકડોનાલ્ડ (મુખ્ય કોચ) પાસે ગયો અને કહ્યું કે આ સાચો વિચાર છે.
આ પણ વાંચો : અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં મહિલાએ તેના કપડાં ઉતાર્યા, ક્રૂ મેમ્બરને માર્યો મુક્કો
ઓસ્ટ્રેલિયા ચાર ટેસ્ટની બોર્ડર-ગાવસ્કર શ્રેણી પહેલા પ્રવાસ પર એક પણ વોર્મ-અપ મેચ રમશે નહીં. ટીમના સભ્ય ઉસ્માન ખ્વાજાએ તાજેતરમાં કહ્યું હતું કે પ્રેક્ટિસ મેચ રમવાનો કોઈ અર્થ નથી, કારણ કે પ્રેક્ટિસ મેચ માટે તૈયાર કરવામાં આવેલી વિકેટ અને ભારતમાં વાસ્તવિક મેચ તદ્દન અલગ હતી.
ઉસ્માન ખ્વાજાએ પણ આ વાત કહી છે
આ મહિનાની શરૂઆતમાં ઉસ્માન ખ્વાજાએ પ્રેસ કોન્ફરન્સમાં ભારતમાં એક પણ પ્રેક્ટિસ મેચ ન રમવાના સવાલ પર મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જવાબ આપતા કહ્યુ કે, ‘શું તમે ક્યારેય અમારી (ઓસ્ટ્રેલિયા) સાથે પ્રી-ટૂર પર ગયા છો? ભારતમાં સ્પિનિંગ ટ્રેક છે પરંતુ જ્યારે અમે પ્રેક્ટિસ મેચ રમવા જઈએ છીએ ત્યારે અમને ગાબા જેવી લીલી વિકેટ આપવામાં આવે છે. તેથી જ ત્યાં પ્રેક્ટિસ મેચ રમવાનો કોઈ અર્થ નથી.