ગુજરાતના આ ગામમાં ઉમેદવારો કેમ પ્રચાર કરવા જતા નથી?
ભારતમાં હજુ મતદાન અનિવાર્ય બનાવાયુ નથી, પરંતુ ગુજરાતનુ એક ગામ એવુ છે કે જ્યાં કોઇ વ્યક્તિ વોટ ન આપે તો તેની પાસેથી દંડ વસુલવામાં આવે છે. ગુજરાતના આ ગામનું નામ છે રાજ સમઢીયાળા . એટલુ જ નહીં અહીં ઉમેદવારોના ચુંટણીપ્રચાર પર પણ રોક છે. રાજ સમઢીયાળા ગામમાં આ નિયમ 39 વર્ષથી ચાલ્યો આવે છે. ભારતીય લોકતંત્રમાં આ અનોખા ગામમાં 100 ટકા મતદાન થાય છે. જો કોઇ વ્યક્તિ મતદાન ન કરે તો તેને 51 રૂપિયાનો દંડ થાય છે. ચુંટણીપ્રચાર પર પ્રતિબંધ અંગે લોકોનુ કહેવુ છે કે આમ કરવાથી ગામનો માહોલ બગડી શકે છે.
રાજકોટથી લગભગ 20 કિલોમીટર દુર આવેલા આ રાજ સમઢીયાળા ગામનો ઇતિહાસ છે. અહીંના ગ્રામીણ લોકો ગ્રામ વિકાસ સમિતિના નિયમોથી બંધાયેલા છે. જો કોઇ ગ્રામીણ આ નિયમ તોડે તો તેણે દંડ ભરવો પડે છે. આજ કારણથી અહીં 100 ટકા મતદાન થાય છે.
એવું ગામ જ્યાં નેતાઓ પ્રચાર માટે ફરકી પણ નથી શકતા, મતદાન ન કરનારને થાય છે 51 રૂપિયાનો દંડ
1983થી છે પ્રચાર પર પ્રતિબંધ
વર્ષ 1983થી ગામમાં રાજકીય ઉમેદવારો માટે પ્રચાર નહીં કરવાનો નિયમ છે. રાજકીય પક્ષો પણ આ વાતને સારી રીતે જાણે છે. નેતાઓ એ પણ જાણે છે કે જો તેઓ આ ગામમાં પ્રચાર કરવા જશે તો તેમને જ નુકશાન થશે. એક સ્થાનિક ગ્રામીણનું કહેવુ છે કે ગામના લોકો સારુ કામ કરનારા નેતાને જ વોટ આપે છે. અહીં કોઇ પણ વ્યક્તિને ઉમેદવારના બેનર લગાવવા કે ચુંટણી સાહિત્ય વેચવા પર પ્રતિબંધ છે. ગ્રામજનોએ જ વર્ષ 1983થી આ કાયદો બનાવ્યો છે. આજ દિન સુધી એક પણ રાજકીય પક્ષ કે નેતા અહીં પ્રચાર માટે નથી આવ્યા.
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા ભાજપનો દાવ ! રાજ શેખાવતના કેસરિયા