All Eyes on Rafahની સ્ટોરી કેમ પોસ્ટ કરી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ? જાણો
- ગાઝામાં ઇઝરાયલી સેનાનું ઓપરેશન ઉગ્ર થયા બાદ સોશિયલ મીડિયામાં રફાહ થઈ રહ્યું છે ટ્રેન્ડ
HD ન્યૂઝ ડેસ્ક, 29 મે: ગાઝામાં ઇઝરાયલી સેનાનું ઓપરેશન ઉગ્ર થયા બાદથી જ તમે જોયું હશે કે લોકો ઇન્સ્ટાગ્રામ, એક્સ(ટ્વિટર), ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ પર ‘All Eyes on Rafah’ લખેલી સ્ટોરી પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે રફાહમાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના પ્રખ્યાત લોકો તેનાથી જોડાયેલી સ્ટોરી મૂકી કરી રહ્યા છે. બોલિવૂડ, હોલીવુડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે. સોશ્યિલ મીડિયા પર ‘All Eyes on Rafah’ સ્લોગન દરેક જગ્યાએ જોવા મળે છે. યુઝર્સ તેના વિશે સ્ટોરીઓ પોસ્ટ કરી રહ્યા છે. ભારતના દરેક ક્ષેત્રના લોકો આ કેમ્પેઇનમાં જોડાઈ રહ્યા છે.
Thread of celebrities with a spine who dared to show solidarity for Rafah.
1. Swara Bhasker pic.twitter.com/vRAR70YMgn
— Nehr_who? (@Nher_who) May 28, 2024
‘All Eyes on Rafah’ નામનું આ કેમ્પેઇન યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા મોટાભાગના દેશોમાં યુદ્ધ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક્ટિવિસ્ટ અને માનવ સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેને સામાન્ય લોકો તરફથી સમર્થન મળી રહ્યું છે. આ સ્લોગનનો ઉપયોગ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર રિક પીપરકોર્ન દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેરને ખાલી કરવાની યોજના જાહેર કર્યા પછી તેમણે આ ટિપ્પણી કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ગાઝામાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખવા કહ્યું છે.
All Eyes on Rafahનો અર્થ શું છે?
આ સ્લોગનનો અર્થ સમગ્ર વિશ્વના લોકોને પેલેસ્ટાઈનમાં બની રહેલી ઘટનાઓ તરફ આંખ આડા કાન ન કરવાની અપીલ કરવાનો છે. ભીષણ લડાઈમાંથી ભાગી ગયેલા લગભગ 1.4 મિલિયન ગાઝાવાસીઓ હાલમાં રફાહમાં આશ્રય લઈ રહ્યા છે,જ્યાં ઈઝરાયેલ હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં આ સ્લોગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રફાહમાં ઇઝરાયેલના તાજેતરના હવાઈ હુમલામાં 40 પેલેસ્ટિનિયનોના મૃત્યુ અને ડઝનેક લોકોના ઘાયલ થયા પછી, ‘All Eyes on Rafah‘ સ્લોગન સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સીએ શેર કરી પોસ્ટ
Make yourselves useful. pic.twitter.com/JyTfrCbHNG
— The Mossad: Satirical, Yet Awesome (@TheMossadIL) May 28, 2024
ઇઝરાયલની ઇન્ટેલિજન્સ એજન્સી મોસાદે(The Mossad) All Eyes on Rafah કેમ્પેઇન પર પ્રતિક્રિયા આપતી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “જો તમારી નજર રફાહ પર છે, તો અમને અમારા બંધકોને શોધવામાં મદદ કરો.“
બોલિવૂડ સ્ટાર્સ આગળ આવ્યા
રફાહમાં રાહત શિબિરો પર થયેલા હુમલા બાદ આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, વરુણ ધવન, રશ્મિકા મંદન્ના, સોનાક્ષી સિન્હા, સમંથા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢા સહિત ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ સ્લોગન શેર કર્યું છે.
આલિયા ભટ્ટે તેની સ્ટોરી પર ઇન્સ્ટાગ્રામ પેજ ‘ધ મધરહુડ હોમ’ દ્વારા પોસ્ટ કરેલી પોસ્ટ શેર કરી અને લખ્યું #AllEyesOnRafah. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે તમામ બાળકો ‘પ્રેમ, સલામતી, શાંતિ અને જીવન’ના હકદાર છે.
રમત જગત અને રાજકારણીઓએ પણ સ્ટોરી લગાવી
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ, ઈરફાન પઠાણ અને કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢી જેવા અન્ય ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ સ્ટોરી શેર કરીને પેલેસ્ટાઈનીઓ સાથે એકતા દર્શાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકાને ટ્રોલ્સના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે પોતાની સ્ટોરી ડિલીટ કરી દીધી હતી.
ઇઝરાયેલના વડા પ્રધાને શું કહ્યું?
હુમલામાં 40 થી વધુ લોકોના મૃત્યુ થયા બાદ, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સ્વીકાર્યું કે, એક દુ:ખદ ભૂલ થઈ હતી. નેતન્યાહુએ સોમવારે ઇઝરાયેલની સંસદને સંબોધનમાં કહ્યું હતું કે, “નિર્દોષ નાગરિકોને નુકસાન ન પહોંચાડવાના અમારા પ્રયાસો છતાં, ગઈકાલે રાત્રે એક દુ:ખદ અકસ્માત થયો, અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.”
આ પણ જુઓ: ફિલ્મ ‘હમારે બારહ’ના વિવાદને કારણે અન્નુ કપૂરની ગભરાટ વધી, સુરક્ષા માટે કરી અપીલ