ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

મીઠાંને સફેદ ઝેર શા માટે કહેવામાં આવે છે? જાણો વધુ ખાવાથી શું થાય છે?

Text To Speech
  • આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે મીઠું અને ખાંડ બંને ‘સફેદ ઝેર’ સમાન છે. જાણો છો આવું કેમ કહેવામાં આવે છે? શું છે વધારે મીઠું ખાવાના નુકશાન?

જો ખોરાકમાં મીઠું થોડું પણ ઓછું હોય તો આપણે ઉપરથી લેવાનું ભૂલતા નથી. ઘણા લોકોને વધુ પડતું મીઠું ખાવાની આદત હોય છે. આ આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ કે મીઠું અને ખાંડ બંને ‘સફેદ ઝેર’ સમાન છે. જાણો છો આવું કેમ કહેવામાં આવે છે? વધુ પડતું મીઠું ખાવાથી ધીમે ધીમે શરીરમાં ઘણી મોટી બીમારીઓ થઈ શકે છે અને અનેક બીમારીઓ વધી શકે છે.

મીઠામાં લગભગ 40 ટકા સોડિયમ અને 60 ટકા ક્લોરાઇડ હોય છે. નિષ્ણાતો કહે છે કે વધુ પડતું મીઠું ખાવાની આદત તમને અનેક શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સમસ્યાઓની ભેટ આપી શકે છે.

મીઠાંને સફેદ ઝેર શા માટે કહેવામાં આવે છે? જાણો વધુ ખાવાથી શું થાય છે? hum dekhenge news

હાઈ બ્લડ પ્રેશર

જો તમે હાઈ બીપીના દર્દી છો તો આજથી જ ઓછું મીઠું ખાવાનું શરૂ કરી દો. કોશિશ કરો કે તમારા જમવામાં ઓછામાં ઓછું મીઠું હોય. બ્લડ પ્રેશરને વધારવામાં મીઠાની ભૂમિકા મહત્ત્વની છે. તેમાં રહેલા સોડિયમથી શરીરમાં પાણી જમા થાય છે અને તેના લીધે લોહીનું લેવલ વધે છે જે બ્લડ વેસલ્સ પર દબાણ ઉભું કરે છે.

હ્રદય રોગ

વધુ પડતા મીઠાનું સેવન કરવાથી તમે હૃદય સંબંધિત બીમારીઓનો શિકાર બની શકો છો. વધુ પડતું મીઠું બીપી વધારે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક તેમજ અન્ય ઘણા હૃદય રોગનું જોખમ વધારે છે.

કિડની

કિડની આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. વધુ પડતા મીઠાનું સેવન કિડનીને ડેમેજ કરે છે. વધુ પડતું મીઠું કિડનીના ફંકશનને મુશ્કેલીમાં મુકે છે અને તેની પર દબાણ વધવા લાગે છે. તેના કારણે કિડની ખરાબ થઈ શકે છે.

મીઠાંને સફેદ ઝેર શા માટે કહેવામાં આવે છે? જાણો વધુ ખાવાથી શું થાય છે? hum dekhenge news

પાણી ભરાવું

જો શરીરમાં સોડિયમનું પ્રમાણ વધી જાય તો વધારે હોય તો શરીરમાં પાણીનો સંગ્રહ થવા લાગે છે. જેના કારણે શરીરના ઘણા અંગો જેવા કે પગ, હાથ, પગની ઘૂંટીઓમાં સોજો આવવો જેવી તકલીફો થાય છે.

બોન હેલ્થ

વધારે મીઠું હાડકાં માટે દુશ્મનથી ઓછું નથી. જ્યારે મીઠાની વધુ માત્રા શરીરમાં પહોંચે છે, ત્યારે તે હાડકાંને નબળા પાડવા લાગે છે. વધુ પડતું મીઠું હાડકાંને પોલા પણ બનાવી શકે છે. વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાડકાની ઘનતા ઓછી થાય છે અને ઓસ્ટીયોપોરોસીસનું જોખમ વધી શકે છે.

 આ પણ વાંચોઃ ઠંડીમાં ખાસ કરજો આ બે બીજનું સેવન, મળશે મોટા ફાયદા

Back to top button