ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

સખત ગરમીથી લોકો કેમ થઈ રહ્યા છે બેભાન? જાણો કારણો અને ઉપાય

  • શરીરનું તાપમાન વધવાની સાથે બ્લડ વેસલ્સ પણ ખુલી જાય છે. આ કારણે બ્લડ પ્રેશર લો થઈ જાય છે. લો બ્લડ પ્રેશરમાં હ્રદયે આખા શરીર સુધી બ્લડ સપ્લાય કરવા માટે વધુ મહેનત કરવી પડે છે.

સખત ગરમી હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓને ટ્રિગર કરે છે. શરીરનું તાપમાન વધવાની સાથે બ્લડ વેસલ્સ પણ ખુલી જાય છે. આ કારણે બ્લડ પ્રેશર લો થઈ જાય છે. લો બ્લડ પ્રેશરમાં હ્રદયે આખા શરીર સુધી બ્લડ સપ્લાય કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જાણો ગરમીના કારણે બ્લડ પ્રેશર લો થાય તો કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય છે? જાણો સખત ગરમીથી કેમ થાય છે સમસ્યાઓ?

વધી રહ્યા છે બેભાન થવાના કેસ

થોડા દિવસો પહેલા ટીવી પર હીટ વેવનું અપડેટ આપતા એક ન્યૂઝ એન્કર બેભાન થઈ ગયા હતા. તેમનું બ્લડ પ્રેશર અચાનક ડાઉન થઈ ગયું. કાર્યક્રમ દરમિયાન અનેક વખત તેમને પાણી પીવાનો મોકો મળતો ન હતો. ગરમી અને ડિહાઈડ્રેશનના કારણે તેમની સાથે આમ થયું. ભુવનેશ્વરમાં ઈલેક્શન કેમ્પેઈન દરમિયાન બીજેડીના કેન્ડિડેટ અરુણ પટનાયક અચાનક બેહોશ થઈ ગયા હતા. ગરમીમાં બીપી લો થવાના કારણે આમ થતું હોય છે.

પાણી ન પીવું

ગરમીના કારણે પરસેવો થાય છે જેના કારણે પાણીની કમી થાય છે. આ કારણે બ્લડ વોલ્યૂમ ઘટે છે અને બ્લડ પ્રેશર પણ ડ્રોપ થાય છે.

સોલ્ટની કમી

પરસેવાની સાથે સાથે શરીરમાં સોલ્ટ પણ નીકળે છે. બ્લડમાં સોડિયમનું લેવલ ઘટવાથી બીપી લો થઈ જાય છે.

વેસોડાઈલેશન

બ્લડ વેસલ્સ કે રક્તવાહિનીઓ ગરમીના કારણે ફેલાય છે, જેથી શરીરનું કૂલિંગ થઈ શકે. આ કારણે બ્લડ પ્રેશર ઘટી જાય છે.

સખત ગરમીથી લોકો કેમ થઈ રહ્યા છે બેભાન? જાણો કારણો અને ઉપાય hum dekhenge news

લક્ષણો

ચક્કર આવવા, માથું હળવું લાગવું, થાક અને વીકનેસ જેવું લાગવું, બ્લેકઆઉટ થવો કે ધુંધળુ લાગવું, બેભાન થવું કે બેહોશી જેવું લાગવું, ઊલ્ટી થવી, શ્વાસ ચડવો અને ધડકનો તેજ થવી.

શું ન કરવું

ગરમીમાં તરસ ન લાગે તો પણ થોડી થોડી વારે થોડું થોડું પાણી પીતા રહો. જો તડકામાં બહાર નીકળ્યા હો તો થોડું થોડું પાણી પીતા રહો. કેફીન વાળા ડ્રિંક્સના બદલે નારિયેળ પાણી પીવો.

સોલ્ટની માત્રા વધારો

જો તમને લો બીપીની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ પર ગરમીમાં સોલ્ટનો ઈનટેક વધારી શકો છો.

રોજ એક્સર્સાઈઝ કરો

રોજ એક્સર્સાઈઝ કરવી બીપી અને હાર્ટના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઈન્ટેસ એક્સર્સાઈઝ કરવાના બદલે 45 મિનિટની વોક લો. સતત ઉભા કે બેઠેલા ન રહો.

આ પણ વાંચોઃ ગરમીમાં કેમ વધી જાય છે મેલેરિયા અને ડેંગ્યૂનો ખતરો? જાણો ખાસ વાતો

Back to top button