આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

હંમેશાં માત્ર હિન્દુઓને જ કેમ નિશાન બનાવાય છે? ટ્રમ્પ સમર્થક રિપબ્લિકન નેતાએ ઉઠાવ્યો મુદ્દો

Text To Speech

વૉશિંગ્ટન ડીસી, 11 નવેમ્બર, 2024: હંમેશાં માત્ર હિન્દુઓને જ કેમ નિશાન બનાવવામાં આવે છે, એવો પ્રશ્ન હવે અમેરિકામાં પણ ઉઠ્યો છે. ભારતીય અમેરિકન અને ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખર સમર્થક તેમજ રિપબ્લિકન પાર્ટીના નેતા વિવેક રામસ્વામીએ ઉઠાવ્યો છે. યાદ રહે, તાજેતરમાં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પ્રચાર દરમિયાન રિપબ્લિકન પક્ષના ઉમેદવાર અને હવે ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અત્યંત પ્રખર રીતે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થયેલા હુમલાનો મુદ્દો ઉપસ્થિત કર્યો હતો.

અહેવાલ મુજબ, એક અમેરિકી નાગરિકે હિન્દુ ધર્મને દુષ્ટ અને જાતિઓમાં વહેંચાયેલા સમાજ તરીકે ઓળખાવ્યો હતો. તેના જવાબમાં વિવેક રામસ્વામીએ પૂરી સભ્યતા અને વિનમ્રતાથી આ વ્યક્તિને જવાબ આપ્યો હતો. જોકે ત્યારબાદ વિવેક રામસ્વામીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, શા માટે હંમેશાં હિન્દુત્વને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે. જે લોકો હિન્દુત્વ વિશે આ રીતે જાહેરમાં બેફામ બોલી રહ્યા છે શું તેમની હિંમત છે કે અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરે?

અમેરિકામાં મિશનરી સંસ્થાઓ દ્વારા બિન-અબ્રાહમિક ધર્મો, તેમાંય ખાસ કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલે છે. હિન્દુઓને મૂર્તિપૂજક ગણાવીને તેઓ અમેરિકાની સંસ્કૃતિ સાથે અસંગત હોવાના આક્ષેપ કરવામાં આવે છે. આમછતાં ભારતમાં રહેતા તેમજ વિશ્વમાં અન્યત્ર રહેતા હિન્દુઓએ કદી આવી ટિપ્પણીઓ સામે આકરી પ્રતિક્રિયા આપી નથી.

આ પણ વાંચોઃ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વિવિધ પાંચ પ્રકલ્પો લોન્ચ કરાયા

Back to top button