ઇસ્ટર સન્ડે પર કેમ છે ઇંડાનું ખાસ મહત્ત્વ? કેમ તેને ખાસ માને છે ખ્રિસ્તીઓ?
- ઇસ્ટર સન્ડે ઇસુના પુનર્જન્મની ખુશીમાં મનાવાય છે
- ખ્રિસ્તી લોકો ઇંડાને નવ જીવનનું પ્રતિક માને છે
- ઇંડાને આ દિવસે અલગ અલગ રીતે સજાવાય છે.
9 એપ્રિલ, 2023ના રોજ ઇસ્ટર સન્ડે મનાવાશે. ઇસ્ટર પર્વને ઇસુ ખ્રિસ્તના પુનર્જન્મના રૂપમાં મનાવવામાં આવે છે. તેમાં ઇંડાનું વિશેષ મહત્ત્વ હોય છે. ખ્રિસ્તી લોકો ઇંડાને નવ જીવનનું પ્રતિક માને છે. ઇસ્ટર સન્ડે ઇસુ ખ્રિસ્તના ફરી જીવિત થવાની ખુશીમાં મનાવાય છે. ઇસ્ટરમાં પ્રભુ ઇસુનો પુનર્જન્મ એ વાતનો સંકેત પણ આપે છે કે સત્ય ક્યારેય મરતુ નથી.
એવી માન્યતા છે કે ક્રોસ પર લટકાવાયા બાદ ત્રીજા દિવસે પ્રભુ ઇસુ ફરીવખત જીવિત થયા હતા અને 40 દિવસ સુધી પોતાના શિષ્યો સાથે રહીને તેમને પ્રેમ અને કરૂણાના પાઠ ભણાવ્યા હતા, પછી તેઓ પાછા સ્વર્ગમાં ચાલ્યા ગયા હતા.
બાઇબલ અનુસાર ગુડ ફ્રાઇડે પર ક્રોસ પર ચઢેલા ઇસુ ત્રીજા દિવસે રવિવારે ફરી જીવિત થયા અને ખ્રિસ્તીઓ આ દિવસને ઇસ્ટર સંડેના રૂપમાં ખુશીથી ઉજવે છે. આ ઉજવણી 40થી 45 દિવસ સુધી ચાલે છે.
શું છે ઇસ્ટર એગની પરંપરા
ઇસ્ટર સંડે પર ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચ જાય છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, પ્રભુ ઇસુનુ સ્મરણ કરે છે. બાઇબલના પાઠ કરે છે. આ બધામાં ઇસ્ટર એગની ખાસ પરંપરા હોય છે. ઇસ્ટર સન્ડે પર ઇંડાનું વિશેષ મહત્ત્વ હોય છઠે. લોકો ઇંડાને અલગ અલગ રીતે શણગારે છે અને તેમાંથી રંગબેરંગી કલાકૃતિઓ તૈયાર કરે છે.
સાથે સાથે એક બીજાને ઇંડા ગિફ્ટમાં પણ આપે છે. ખ્રિસ્તી ધર્મના લોકો ઇંડાને નવા જીવન અને નવા ઉમંગનો સંદેશ માને છે, તેથી ઇસ્ટર પર ઇંડાનું ખાસ મહત્ત્વ હોય છે.
આ પણ વાંચોઃ નાની ઉંમરમાં હાડકામાંથી કેમ આવે છે ‘કટ કટ’ અવાજ? ડાયેટ બદલો