સાયન્સ એન્ડ ટેકનોલોજી

Amazon, Twitter, Meta અને Microsoft જેવી કંપનીઓ કેમ કરી રહી છે કર્મચારીઓની છટણી? શું છે કારણ?

Text To Speech

એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના માલિક બનતાની સાથે જ કંપનીમાંથી મોટી સંખ્યામાં કર્મચારીઓની છટણી કરી દીધી છે. જોકે તાજેતરમાં કર્મચારીઓની છટણી કરવાની બાબતમાં ટ્વિટર જ એકમાત્ર કંપની નથી. આ લિસ્ટમાં બીજી પણ અનેક કંપનીઓ છે, જેણે મોટી સંખ્યામાં પોતાના કર્મચારીઓની છટણી કરી છે અથવા તો  છટણી કરવાની તૈયારીમાં છે.

આ પણ વાંચો : ફ્રીમાં લંચ આપવાથી ટ્વિટરનું દેવાળું ફુંકાયું, જાણો શું છે સત્ય

કઇ કંપનીઓ છે આ લિસ્ટમાં ?

ટ્વિટર ઉપરાંત આ લિસ્ટમાં એમેઝોન, મેટા, સ્નેપ અને માઇક્રોસોફ્ટ સામેલ છે. એક પછી એક તમામ કંપનીઓએ હજારોની સંખ્યામાં પોતાના કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. આ કંપનીઓના ઘણા નિર્ણયોની દુનિયાભરમાં ટીકા થઇ રહી છે. જોકે આ કંપનીઓને તે ટીકાઓનો કોઇ ફરક પડતો નથી.

Tech Companies - Hum Dekhenge News
Tech Companies

કઇ કંપનીએ કેટલા કર્મચારીઓની છટણી કરી?

ટ્વિટરે અત્યાર સુધી તેના 3700 કર્મચારીઓની છટણી કરી છે. માઇક્રોસોફ્ટે 1000 અને સ્નેપે પોતાના 20 ટકા કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી દીધો છે. મેટાએ 11,000 કર્મચારીઓની હાલમાં જ છટણી કરી છે. એટલુ જ નહીં ઇન્ટેલ પણ ખુબ જ જલ્દી પોતાના 20 ટકા કર્મચારીઓની નોકરી છીનવી લેશે. ભારતીય ટેક કંપની બાયજુસ (Byju’s)એ થોડા સમય પહેલાં જ 2500 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યાં છે. બુકિંગ.કોમ, લિફ્ટ, આઇરોબોટ, પેલોટોન, સેલ્સફોર્સ અને સ્ટ્રાઇપ જેવી કંપનીઓ પણ ખુબ જ જલ્દી કર્મચારીઓને બહારનો રસ્તો બતાવશે, તેવી અટકળોની ચાલી રહી છે.

શું છે આટલી મોટી છટણીનું કારણ?

કંપનીઓ આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે, તેનું કારણ વૈશ્વિક આર્થિક મંદી ગણાવવામાં આવી રહ્યુ છે. કોરોનાકાળમાં આ કંપનીઓનો ગ્રોથ અપેક્ષા કરતા ધીમો થયો છે, તેથી જ આવા સંજોગોમાં કંપનીઓ જોબ ક્ટસ દ્વારા પોતાના ખર્ચાઓ ઘટાડીને પ્રોફિટ્સને વધારવા ઇચ્છે છે.

Back to top button