ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

એલિયન્સને હંમેશા લીલા રંગના જીવો તરીકે જ કેમ દર્શાવવામાં આવે છે?

Text To Speech

યુરોપ, 20 જાન્યુઆરી :  જ્યારે પણ કોઈ એલિયનને ફિલ્મોમાં બતાવવામાં આવે છે ત્યારે તેને એક વિચિત્ર લીલા રંગના પ્રાણી તરીકે બતાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે એલિયન્સને આ રીતે કેમ બતાવવામાં આવે છે? મૂવી હોય કે ઈન્ટરનેટ પર એલિયન્સ વિશે કંઈક વાંચશો કે જોશો તો તમને દરેક જગ્યાએ વિચિત્ર નાના લીલા રંગના પાતળા જીવો જોવા મળશે. એલિયન્સ આવા દેખાય છે એ કોણે નક્કી કર્યું? અને દુનિયાએ તે કેવી રીતે સ્વીકાર્યું. શું કોઈએ ખરેખર કોઈ એલિયન જોયા છે, જેની વાતમા આખું વિશ્વ વિશ્વાસ કરે છે?

એલિયન અને લીલો રંગ

એક નિષ્ણાતે જણાવ્યું છે કે આ લીલા રંગના એલિયનની વાર્તા 12મી સદીની છે. ત્યારે ઈંગ્લેન્ડના એક ગામ વૂલપીટની ‘ધ ગ્રીન ચિલ્ડ્રન ઑફ વૂલપીટ’ની વાર્તા જે યુરોપમાં ઝડપથી ફેલાઈ હતી. વુલપીટ ગામના લીલા બાળકોની વાર્તાને જે કોઈ સાંભળતું તે તેને સાચી માની લેતા. આ બાળકો વિશે એવું કહેવામાં આવતું કે તેમની ત્વચા લીલી હતી અને તેઓ માત્ર લીલી વસ્તુઓ જ ખાતા હતા. ગ્રામજનો માટે આશ્ચર્યની વાત એ હતી કે બાળકોને સ્થાનિક ભાષા પણ નોહતી આવડતી.

પરંતુ થોડા સમય પછી જ્યારે તે બાળકો ગામલોકોની ભાષાને સમજવા લાગ્યા ત્યારે તેઓએ કહ્યું કે તેઓ સેન્ટ માર્ટિન લેન્ડથી આવ્યા છે. કહેવાય છે કે થોડા સમય પછી બે બાળકોમાંથી એક અચાનક બીમાર થઈ ગયો અને તેનું મૃત્યુ થયું. તેથી આ વાર્તા પરથી સ્પષ્ટ થાય છે કે એલિયનને શા માટે લીલા બતાવવામાં આવે છે.

નાના અને વિચિત્ર આકારના એલિયન્સ

જ્યારે માનવીઓ ગુફાઓમાં રહેતા હતા ત્યારે તેઓ ગુફાઓની દિવાલો પર ચિત્રો દ્વારા તેમની આસપાસ બનતી ઘટનાઓને દર્શાવવાનો પ્રયાસ કરતા. ગુફાઓમાં આવા ઘણા ચિત્રો મળી આવ્યા છે, જેમાં વિચિત્ર લોકો અને ઉડતી રકાબી અથવા UFO જેવી વસ્તુઓ દર્શાવવામાં આવી છે. થોડા વર્ષો પહેલા ભારતના છત્તીસગઢ સ્થિત ચારમાની ગુફામાંથી આવા ચિત્રો મળી આવ્યા હતા.

એક અહેવાલ મુજબ ગુફાઓમાં બનેલા આ ચિત્રો લગભગ 10 હજાર વર્ષ જૂના છે. તેમજ પેઈન્ટિંગ્સમાં બનાવેલી આકૃતિઓ એલિયન્સ અને યુએફઓ વિશેની ફિલ્મોમાં બતાવવામાં આવતી આકૃતિઓ જેવી જ છે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશનું રાજ્ય પ્રતીક જે ભગવાન રામ સાથે સબંધ ધરાવે છે

Back to top button