સ્પોર્ટસ

બાંગ્લાદેશના પ્રવાસ માટેની ટીમમાં અજિંક્ય રહાણેને સ્થાન કેમ નથી મળ્યું ?

ટી20 વર્લ્ડ કપ 2022 દરમિયાન, ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ ન્યૂઝીલેન્ડ તેમજ બાંગ્લાદેશના પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસમાં ટીમના તમામ સિનિયર ખેલાડીઓ પણ રમતા જોવા મળશે, પરંતુ ભારતીય પસંદગીકારોએ આ પ્રવાસ માટે મોટો નિર્ણય લીધો છે. તેણે ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું નથી. આ ખેલાડી છેલ્લા ઘણા સમયથી ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

આ પણ વાંચો : આ રહ્યાં પાકિસ્તાનની હાર માટેનાં મુખ્ય કારણો

પસંદગીકારોએ આ ખેલાડીને સ્થાન આપ્યું નથી

ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી અજિંક્ય રહાણેને આ શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. અજિંક્ય રહાણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાનો ભાગ બની શક્યો નથી. બાંગ્લાદેશ પ્રવાસ પર તેની માટે ટીમમાં વાપસી કરવાની મોટી તક હતી, પરંતુ તે તેને આ તક મળી નથી.

Ajyankiya Rahane - Hum Dekhenge News
Ajyankiya Rahane in Test Format

વર્ષની શરૂઆતમાં રમી હતી છેલ્લી મેચ

અજિંક્ય રહાણેએ આ વર્ષની શરૂઆતમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, ત્યારથી તેને ટીમની બહાર રાખવામાં આવી રહ્યો છે. ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું કે અમે રહાણે પર નજર રાખી રહ્યા છીએ. તે અમારી યોજનામાં પણ છે. રહાણે ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરી રહ્યો છે પરંતુ અમે તેની ફિટનેસ પર પણ નજર રાખી રહ્યા છીએ. અમે રહાણેના સતત સંપર્કમાં છીએ.

કેપ્ટન તરીકે રહાણેએ ઘણી મેચો જીતી

અજિંક્ય રહાણેએ ભારતીય ટીમ માટે 82 ટેસ્ટ મેચોમાં 4931 રન બનાવ્યા છે, જેમાં 12 સદી સામેલ છે. અજિંક્ય રહાણે ઘણા પ્રસંગોએ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2020-21માં ઓસ્ટ્રેલિયામાં 2-1થી શ્રેણી જીતી હતી. તે સમયે ટીમનો કેપ્ટન અજિંક્ય રહાણે હતો. તેણે તે પ્રવાસમાં સદી પણ ફટકારી હતી. અજિંક્ય રહાણે ઘણા પ્રસંગોએ ટીમ માટે મોટો મેચ વિનર સાબિત થયો છે.

બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટ કિપર), કેએસ ભરત (વિકેટ કિપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ.

Back to top button