ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવિશેષ

શા માટે 77 ટકા મહિલાઓ સાંજે 5 વાગ્યા પછી દિલ્હીની બસોમાં મુસાફરી કરતા ડરે છે? રિપોર્ટમાં ખુલાસો

  • 75 ટકા મહિલાઓ દિલ્હી સરકારની પિંક ટિકિટ સ્કીમથી નોંધપાત્ર બચત કરે છે

નવી દિલ્હી, 30 ઓકટોબર: દિલ્હીમાં મહિલાઓ DTC બસમાં મુસાફરી કરતા ડરે છે. આવો તાજેતરના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીમાં DTC બસમાં મુસાફરી કરતી 77 ટકા મહિલાઓ માને છે કે તેમના માટે બસમાં મુસાફરી કરવી હવે સુરક્ષિત નથી. બિન-સરકારી સંસ્થા ગ્રીનપીસ ઇન્ડિયાના રાઇડિંગ ધ જસ્ટિસ રૂટ નામના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં રહેતી તે વર્કિંગ વુમન, જેઓ દર મહિને એક લાખ રૂપિયા કમાય છે તેઓ DTCમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી મહિલાઓની કુલ સંખ્યા 57 ટકા છે.

રિપોર્ટ મુજબ, 75 ટકા મહિલાઓ દિલ્હી સરકારની પિંક ટિકિટ સ્કીમથી નોંધપાત્ર બચત કરે છે. તાજેતરમાં જ ગ્રીનપીસ ઇન્ડિયાએ રાઇડિંગ ધ જસ્ટિસ રૂટના નામે એક સર્વે પણ કર્યો હતો. આ સર્વેમાં સામેલ 25 ટકા મહિલાઓએ પબ્લિક બસનો ઉપયોગ વધાર્યો છે.

 

45 ટકા મહિલાઓ બસનો ઉપયોગ કરતી નથી

ગ્રીનપીસના રિપોર્ટ મુજબ, દિલ્હીમાં 45 ટકા મહિલાઓ બસનો ઉપયોગ કરતી નથી. જ્યારે 35 ટકા મહિલાઓ દરરોજ અથવા અઠવાડિયામાં 3થી 5 દિવસ બસમાં મુસાફરી કરે છે. ઉલ્લેખનીય છે કે, આ સર્વેમાં ફીલ્ડ સર્વે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા 510 મહિલાઓ પાસેથી પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા.

મહિલાઓ સાંજે મુસાફરી કરવાનું ટાળે છે

સલામત ન હોવાને કારણે, દિલ્હીમાં મહિલાઓ સાંજે અને ખાસ કરીને સાંજે 5 વાગ્યા પછી મુસાફરી કરવાનું ટાળે છે. મહિલાઓનું માનવું છે કે, તે પછી અંધકાર અને બસોની ઉપલબ્ધતા પણ મોટી સમસ્યા છે. સાંજે બસ સ્ટોપ પર રાહ જોવી પડે છે. 87 ટકા મહિલાઓ એવું માને છે કે, સાંજે અંધારું થયા પછી બસ માટે 10 મિનિટથી વધુ રાહ જોવી પડે છે. 13 ટકા મહિલાઓ એવી પણ છે જેઓ માને છે કે, સાંજે 30 મિનિટ સુધી પણ રાહ જોવી પડે છે.

1 લાખ સુધીની કમાણી કરતી 58 ટકા મહિલાઓ કરે છે મુસાફરી

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દિલ્હીમાં રહેતી તે વર્કિંગ વુમન કે જેઓ દર મહિને એક લાખ રૂપિયા કમાય છે, તેઓ DTCમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી મહિલાઓની કુલ સંખ્યા 57 ટકા છે. જો ઓછી આવક ધરાવતાં ગ્રુપની મહિલાઓની વાત કરવામાં આવે તો તેઓ દર અઠવાડિયે ત્રણથી પાંચ દિવસ બસમાં મુસાફરી કરે છે.

આ પણ જૂઓ: સરકારી ગેઝેટમાં નામ, અટક, જન્મ તારીખના સુધારા માટે વધુ બે નવી સેવા શરૂ કરાઇ

Back to top button