કોરોનાને લઈ WHOની ચેતવણી, વિશ્વભરમાં એક મહિનામાં નોંધાયા 8 લાખથી વધુ કેસ
અત્યાર સુધીમાં સાત મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા
WHOએ જણાવ્યું કે 17 ડિસેમ્બર 2023 સુધીમાં COVID-19ની શરૂઆતથી વૈશ્વિક સ્તરે 772 મિલિયનથી વધુ કેસો અને લગભગ 7 મિલિયન મૃત્યુ નોંધાયા છે. વધુમાં WHOએ જણાવ્યું હતું કે હાલમાં 118,000થી વધુ નવા કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ થયા છે અને 1,600થી વધુ દર્દીઓ ICUમાં દાખલ થયા છે, જે વૈશ્વિક સ્તરે અનુક્રમે 23 ટકા અને 51 ટકાનો એકંદર વધારો છે.
કોરોનાની સાથે જ કોરોના JN.1ના નવા વેરિઅન્ટે પણ લોકોની ચિંતા વધારી છે. તે અત્યાર સુધીમાં 50થી વધુ દેશોમાં પહોંચી ચુક્યું છે. ભારતમાં પણ JN.1ના 22 કેસ નોંધાયા છે. કોરોનાનું આ નવો વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે. WHOએ તેને ‘વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ (VOI) તરીકે વર્ગીકૃત કર્યું છે. વેરિઅન્ટ ઓફ ઈન્ટરેસ્ટમાં તે એ સ્ટ્રેનમાં સામેલ છે, જ્યાં પબ્લિક હેલ્થને લઈ કોઈ ખતરો નથી. પરંતુ, આ વેરિયન્ટથી સતર્ક રહેવાની જરૂર છે.
ભારતમાં કોરોનાએ ચિંતા વધારી
કોરોના કેસની વાત કરીએ તો ભારતમાં પણ દરરોજ કોવિડના નવા કેસ સામે આવી રહ્યા છે. કોરોનાના સતત વધી રહેલા કેસ અને તેના નવા સ્વરૂપોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એડવાઈઝરી જારી કરી છે, જ્યારે તમામ રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. દરમિયાન 60 વર્ષ અને તેથી વધુ વયના તમામ વૃદ્ધો, અન્ય રોગોથી પીડિત લોકો (કિડની, હૃદય, લીવરના રોગો), સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓને બહાર જતી વખતે ફરજિયાતપણે ફેસ માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે, બંધ, ઓછી હવાની અવરજવરવાળી જગ્યાઓ અને ભીડવાળી જગ્યાઓ પર જવાનું સખત રીતે ટાળવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો: કોરોના: ભારતમાં વધ્યા કેસ, નવા વેરીયન્ટ JN.1 સંબંધિત મહત્ત્વની બાબતો જાણો