બિઝનેસ

સેમીકન્ડકટર્સની અછત હળવી થતાં વાહનોનું હોલસેલ વેચાણ દસ ટકા વધ્યુ

Text To Speech

ગત જુલાઈ મહિનામાં ઘરઆંગણે દરેક પ્રકારના વાહનોની હોલસેલ રવાનગીમાં વાર્ષિક ધોરણે દસ ટકા વધારો થયો છે. સેમી કન્ડકટર્સની ઉપલબ્ધતા વધતા પેસેન્જર વ્હીકલ્સના ઉંત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી છે. વાહનોમાં સૌથી વધુ ડિલિવરી કાર્સ, વેન્સ તથા યુટિલિટી વ્હીક્લ્સ સહિતના ઊતારૂ વાહનોની થઈ છે, એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના આંકડા જણાવે છે. ડીલરોને વાહનોના કરાતા પૂરવઠાને ઓટો કંપનીઓ પોતાના વેચાણ તરીકે ગણાવે છે.

વાહનોના વેંચાણમાં કેટલો વધારો દેખાયો ? આ રહ્યા આંકડાઓ
ઊતારૂ વાહનોનું વેચાણ જુલાઈમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધી ૨૯૩૮૬૫ એકમ રહ્યું હતું જે ૨૦૨૧ના જુલાઈમાં ૨૬૪૪૪૨ રહ્યું હતું. કોમર્સિઅલ વ્હીકલ્સને બાદ કરતા વાહનોનું એકંદર વેચાણ જે ગયા વર્ષના જુલાઈમાં ૧૫૪૨૭૧૬ રહ્યું હતું તે વર્તમાન વર્ષના જુલાઈમાં ૧૭૦૬૫૪૫ એકમ રહ્યું છે. થ્રી તથા ટુ વ્હીલર્સનો વેચાણ આંક પણ ગયા વર્ષના નીચા સ્તરને કારણે ઊંચો જોવા મળી રહ્યો છે. થ્રી વ્હીલર્સનું વેચાણ વોલ્યુમ ૨૦૦૬ તથા ટુ વ્હીલર્સનું ૨૦૧૬ના જુલાઈ કરતા નીચું છે, એમ સિઅમના સુત્રોએ જણાવ્યું હતું. ટુ વ્હીલર્સનો વેચાણ દસ ટકા વધી ૧૩૮૧૩૦૩ એકમ રહ્યું હતું. નીચા ખર્ચ સાથેની કાર્સ, ટુ વ્હીલર્સ તથા થ્રી વ્હીલર્સ માટેની માર્કેટમાં રિકવરી હજુ જોવા મળી નથી. વ્યાજ દરમાં વધારો તથા ઊંચો ફુગાવો ઓટો લોન્સને ખર્ચાળ બનાવશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.

Back to top button