સંપૂર્ણ ખોરાક દૂધ, આ રીતે લેવાથી બને છે ઝેર…જો તમને પણ ટેવ હોય તો આજે જ છોડી દો
સામાન્ય રીતે આપણે જાણતા અજાણતા એવી ઘણી વસ્તુઓનું સેવન એકસાથે કરતા હોઈએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. તેમાં પણ દૂધ સાથે શું લેવું અને શું ન લેવું તેની જાણકારીના અભાવે કારણે દૂધ સાથે પણ એવી ઘણી બધી વસ્તુઓનું સેવન કરીએ છીએ, જે આપણા સ્વાસ્થ્યને ખરાબ કરવાનું કામ કરે છે. આવી સ્થિતિમાં કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલથી પણ દૂધ સાથે ખાવી જોઈએ નહીં
દૂધને આપણે સંપૂર્ણ ખોરાક માનીએ છીએ. સામાન્ય રીતે દુધમાં ઘણા પ્રકારના પોષક તત્વ મળી આવે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે દવાની જેમ કામ કરે છે. વળી ઘણા લોકો દૂધને અલગ અલગ રીતે ખાવાનું પસંદ કરતા હોય છે. કેટલાક લોકો દૂધ ને સાદું પીવાનું પસંદ કરે છે તો અમુક લોકો તેમાં કોઈ ફ્લેવર ઉમેરીને પીવાનું પસંદ કરતા હોય છે. આમ તો આર્ટિફિશીયલ ફ્લેવર પણ વધુ પડતી ઉમેરવાથી નુકસાન કરે છે તેવો નિષ્ણાતોનો મત છે. બીજી તરફ નિષ્ણાત એવું પણ માને છે કે અમુક પ્રકારની ચીજવસ્તુઓ સાથે દૂધનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે તે આપણા માટે જોખમરૂપ સાબિત થઇ શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ બધી વસ્તુઓ કઈ-કઈ છે.
જો તમે માછલી સાથે દૂધનું સેવન કરો છો તો તેને અયોગ્ય માનવામાં આવે છે. હકીકતમાં દૂધની તાસીર ઠંડી હોય છે. જ્યારે માછલીનું સેવન કરવાથી આપણા શરીરનું તાપમાન વધી જાય છે. તેથી આ બન્નેનું સેવન એક સાથે કરવામાં આવે તો આપણા શરીરમાં કેટલાય પ્રકારના ફેરફાર થાય છે અને પેટ સાથે જોડાયેલા રોગોનો સામનો કરવો પડતો હોય છે. વળી તમારે માછલી ખાધાના થોડાક સમય પહેલા અને પછી પણ દૂધનું સેવન કરવું જોઇએ નહીં.
તમને જાણીને આશ્ચર્ય થશે કે દૂધ સાથે કેળાનું સેવન કરવું પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આમ તો ઘણા લોકો દૂધ અને કેળાના મિશ્રણને ખૂબ જ સારું માનતા હોય છે પરંતુ નિષ્ણાત લોકો આ વાતથી સહમત થતા નથી. તેમના અનુસાર કેળા અને દૂધનું સાથે સેવન કરવામાં આવે તો તેને પચવામાં લાંબો સમય લાગે છે. જેનાથી આપણું પાચનતંત્ર થાક અનુભવે છે. તેથી હંમેશા કેળા અને દૂધ ને અલગ-અલગ ખાવા જોઈએ.
દૂધ સાથે કોઈપણ પ્રકારના ફળનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઇ શકે છે. ઘણા લોકો દૂધ સાથે ફળ ઉમેરીને ખાતા હોય છે પરંતુ તેનાથી તમારું પેટ ખરાબ થઈ જાય છે. હકીકતમાં ફળમાં નેચરલ મીઠું હોય છે, જે યુરિન દ્વારા કિડની સાફ કરવાનું કામ કરે છે પરંતુ જ્યારે તમે તેને દૂધ સાથે લેવાનું શરૂ કરો છો ત્યારે તે આપણા શરીરમાં પેટના રોગોનું પ્રમાણ વધારે છે. જેના લીધે ઝાડા ઉલટી થવા ની સમસ્યા રહે છે.
આયુર્વેદ અનુસાર મૂળા ખાધા પછી પણ દૂધનું સેવન કરવું જોઇએ નહીં. કારણ કે મૂળાની તાસીર ગરમ હોય છે અને તેને દૂધ સાથે લેવામાં આવે તો પેટની સમસ્યા થઈ શકે છે. તેથી હંમેશા દૂધ અને મૂળાનું સેવન અલગ અલગ જ કરવું સારું રહેશે.જ્યારે તમે આ બંનેનું એકસાથે સેવન કરો છો ત્યારે તમારી પાચનક્રિયા અટકી જાય છે અને તમારે પેટના રોગોનો સામનો કરવો પડે છે. એક્સપર્ટ લોકોના કયા અનુસાર મૂળાના ખાધાના બે કલાક પછી દૂધ પીવાની પીવું જોઈએ.દૂધ સાથે ખાટી કે એસિડિક ચીજવસ્તુઓનું સેવન પણ કરવું જોઈએ નહીં. હા, વિટામીન સી ધરાવતા પદાર્થ નું દૂધ સાથે સેવન કરવાથી દૂધ ફાટી જાય છે અને પેટ સાથે જોડાયેલા રોગો જેમ કે ઝાડા, ઉલટી, કબજિયાત, ગેસ વગેરે નો સામનો કરવો પડે છે. વળી ઘણા લોકોને તો તેના લીધે શરદી-ઉધરસના થવાની પણ સમસ્યા રહે છે. તેથી હંમેશા ખાટી ચીજ વસ્તુ સાથે દૂધનું સેવન કરવાનું ટાળવું જોઈએ.