અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

લોકસભા 2024: અમદાવાદની બે બેઠકો પર કોણ જીતશે ચૂંટણી જંગ, શું કહે છે જનતાનો મિજાજ

અમદાવાદ, 14 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપે 10 વર્તમાન સાંસદોના પત્તા કાપીને નવા ચહેરાઓને તક આપી છે. જ્યારે 12 સાંસદોને રીપિટ કર્યાં છે. અમદાવાદની પશ્ચિમ બેઠક પર ભાજપે કિરીટ સોલંકીની ટીકિટ કાપીને દિનેશ મકવાણાને ટીકિટ આપી છે. જ્યારે અમદાવાદ પૂર્વમાં હસમુખ પટેલને રીપિટ કર્યાં છે. બીજી બાજુ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર નવા ચહેરાને મુક્યો છે. ત્યારે જુઓ આ વખતની ચૂંટણીમાં અમદાવાદની બંને બેઠકો પર મતદારોનો મિજાજ કેવો છે?

સિમાંકન બદલાતા અમદાવાદની બે બેઠકો થઈ હતી
એક સમયે અમદાવાદની એક જ બેઠક હતી, નવા સીમાંકન બાદ અમદાવાદ લોકસભા બેઠકનું બે બેઠકો અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં વિભાજન થયું હતું અને 2008માં આ બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.અમદાવાદની પૂર્વની લોકસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અમદાવાદ બેઠક પર 1989થી સળંગ 35 વર્ષ ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પરથી લોકસભાની 2014ની ચૂંટણીમાં ફિલ્મ અભિનેતા પરેશ રાવલ લડ્યા હતા અને જીત્યા હતા. ભાજપને સૌ પ્રથમવાર અમદાવાદ લોકસભા બેઠક પર જીતાડનાર હરિન પાઠક હતા. વર્ષ 2014માં અમદાવાદ પૂર્વની બેઠક પરથી હરિન પાઠકની જગ્યાએ ફિલ્મ અભિનેતા અને મોદીની નજીકના મનાતા પરેશ રાવલને ટિકિટ અપાતા અમદાવાદ પૂર્વના સાંસદ હરિન પાઠક નારાજ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

રોહન ગુપ્તા પૂર્વ સંસદીય સચિવ રાજકુમાર ગુપ્તાના પુત્ર
લોકસભા 2024ની ચૂંટણીમાં અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરો અને એઆઇસીસીના રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાને ચૂંટણી લડાવવાનું નક્કી કરાયું છે. પુત્ર રોહન ગુપ્તા પૂર્વ સંસદીય સચિવ રાજકુમાર ગુપ્તાના પુત્ર છે. તો ભાજપે આ બેઠક પર હસમુખ પટેલને રિપીટ કર્યા છે. હસમુખ પટેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર રહી ચૂક્યા છે. તેઓ વર્ષ 2012 અને 2017માં અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સતત બે વખત ચૂંટાઈને ધારાસભ્ય રહી ચૂક્યા છે. અમદાવાદની પૂર્વ બેઠક પર ઠાકોર-પાટીદાર મતદારોની સંખ્યા વધારે છે. ક્ષત્રીય મતદારોની સંખ્યા પણ વધુ છે. બાપુનગરમાં સૌરાષ્ટ્રવાસીઓનું પ્રભુત્વ વધારે છે. નિકોલ અને ઠક્કરબાપાનગરમાં ઉત્તર ભારતીય મતદારોનું વર્ચસ્વ વધુ રહ્યું છે.આ બેઠક પર 83 ટકા હિન્દુઓ,13 ટકા મુસ્લિમો, 3 ટકા જૈન, અને એક ટકો જૈન સમુદાયના મતદારો છે. ત્યારે એક ઉમેદવાર રીપિટ અને ત્રણ નવા ચહેરા છે ત્યારે જનતા કોને જીતાડશે એતો સમય જ બતાવશે.

આ પણ વાંચોઃગુજરાતમાં ભાજપે કુલ 22 ઉમેદવારો જાહેર કર્યા, 10 સાંસદોનું પત્તુ કાપી નાંખ્યું

Back to top button