રોહિત શર્માની જગ્યા કોણ લેશે? જાણો વીરેન્દ્ર સેહવાગે કોનું નામ કર્યું આગળ
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગે એવા ખેલાડીનું નામ આપ્યું છે જે ભવિષ્યમાં કેપ્ટન તરીકે રોહિત શર્માની જગ્યાએ શ્રેષ્ઠ હશે. તેમણે હાર્દિક પંડ્યાનું નામ નથી લીધું તો કોનું નામ કર્યું આગળ?
મુંબઈ, 1 જુલાઈ: ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન અને વર્તમાન ક્રિકેટ નિષ્ણાત વીરેન્દ્ર સેહવાગે ઝિમ્બાબ્વે સામેની આગામી T20 શ્રેણી માટે યુવા શુભમન ગિલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાના ટીમ મેનેજમેન્ટના નિર્ણયને સમર્થન આપ્યું છે. વીરેન્દ્ર સેહવાગે એમ પણ કહ્યું છે કે આવનારા સમયમાં રોહિત શર્માની જગ્યાએ શુભમન ગિલ ટીમનો કેપ્ટન હોવો જોઈએ. એક રીતે જોઈએ તો વીરેન્દ્ર સેહવાગે હાર્દિક પંડ્યાને આગામી કેપ્ટન તરીકે નકારી કાઢ્યો છે.
રોહિત પછી કાયમી રીતે જવાબદારી સંભાળવા માટે શુભમન ગિલ સૌથી યોગ્ય ઉમેદવાર: વીરેન્દ્ર સેહવાગ
શુભમન ગિલ ઝિમ્બાબ્વે સામે બિનઅનુભવી ટીમનું નેતૃત્વ કરશે. ભારતના કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, જ્યારે સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ સહિત ઘણા ક્રિકેટરો જે T20 વર્લ્ડ કપ 2024માં રમ્યા હતા તેમને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન, ગિલની કેપ્ટનશીપ અંગે સેહવાગે સૂચવ્યું કે જ્યારે પણ રોહિત કેપ્ટનશીપ છોડે છે, ત્યારે યુવા ખેલાડી કાયમી રીતે જવાબદારી સંભાળવા માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે.
વિરેન્દ્ર સેહવાગે ક્રિકબઝ પર કહ્યું, “શુબમન ગિલ લાંબા સમય સુધી ટીમમાં રહેશે. તે ત્રણેય ફોર્મેટમાં રમનાર ખેલાડી છે. ગયા વર્ષે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. તેમ છતાં તે 2024ના T20 વર્લ્ડ કપમાં જગ્યાન મેળવી શક્યો એ તેના કમનસીબ. મારા મતે શુભમનને કેપ્ટન બનાવવાનો નિર્ણય યોગ્ય છે. આવતીકાલે જ્યારે રોહિત શર્મા ટીમ છોડશે ત્યારે શુબમન ગિલ તેની કેપ્ટન્સી માટે યોગ્ય પસંદગી હશે.” T20 વર્લ્ડ કપ 2024ની ટીમમાંથી માત્ર યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને પસંદ કરવામાં આવ્યા છે, જેમને વર્લ્ડ કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી.
જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024 દરમિયાન રિંકુ સિંહ, અવેશ ખાન અને ખલીલ અહમ ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા. આ ખેલાડીઓને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. નીતીશ રેડ્ડીની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ તેની જગ્યાએ શિવમ દુબેની પસંદગી કરવામાં આવી છે, કારણ કે રેડ્ડી હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર અભિષેક શર્મા, રિયાન પરાગ અને તુષાર દેશપાંડેને પ્રથમ વખત T20I ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે.
ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (C), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (WC), ધ્રુવ જુરેલ (WC), શિવમ દુબે, રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ કુમાર અહેમદ, મુકેશ કુમાર અને તુષાર દેશપાંડે.
ભારતીય ટીમનો ઝિમ્બાબ્વે પ્રવાસ (જુલાઈ 2024)
- 6 જુલાઈ – 1લી T20, હરારે
- 7 જુલાઈ – બીજી T20, હરારે
- 10 જુલાઈ- 3જી ટી20, હરારે
- 13 જુલાઈ- 4થી T20, હરારે
- 14 જુલાઈ – 5મી T20, હરારે
આ પણ વાંચો: દિનેશ કાર્તિકનું IPLમાં પુનરાગમન, નિવૃત્તિના 30 દિવસ બાદ RCBમાં મળી મોટી જવાબદારી