T-20 વર્લ્ડ કપટ્રેન્ડિંગસ્પોર્ટસ

ગ્રુપ-2 માંથી કોણ પહોંચશે સેમિફાઇનલમાં ? : ભારત-આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર

ઇંગ્લેન્ડે શ્રીલંકાને હરાવીને T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ પરિણામ સાથે સુપર-12 નાં ગ્રુપ-1નું સમીકરણ સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું છે. ન્યુઝીલેન્ડની ટીમ 7 પોઈન્ટ સાથે ટોપ પર છે. ઈંગ્લેન્ડના પણ 7 પોઈન્ટ છે, પરંતુ નબળા નેટ રન રેટના કારણે તેને બીજા સ્થાને છે.

આવતીકાલે નક્કી થશે સેમિફાઇનલની ટીમો

સેમિફાઇનલ માટે ગ્રુપ-1ની ટીમો નક્કી થઈ ગઈ છે,જ્યારે આવતીકાલે ગ્રુપ-2ની સ્થિતિ સ્પષ્ટ થશે. અત્યારે ભારત, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમો સેમિફાઇનલમાં પહોંચવા માટે ટક્કર કરી રહી છે. આમાંથી કઈ ટીમની સેમિફાઇનલમાં પહોંચની કેટલી શક્યતાઓ છે, તેનું પરિણામ આવતીકાલે જ મળી જશે.

જો સાઉથ આફ્રિકાની ટીમ જીતે તો સેમી ફાઈનલ નિશ્ચિત

રવિવારે પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ મેચમાં જીત સાથે જ દક્ષિણ આફ્રિકાની સેમિફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઈ જશે. આ સ્થિતિમાં તેના સાત પોઈન્ટ હશે. જો કે, તેણે ગ્રુપમાં તેનું સ્થાન જાણવા માટે દિવસની છેલ્લી મેચ એટલે કે ભારત V/S ઝિમ્બાબ્વે મેચ સુધી રાહ જોવી પડશે.

જો આ મેચમાં સાઉથ આફ્રિકાનો પરાજય થશે તો પણ સેમીફાઈનલમાં પ્રવેશવાની તેની આશા અકબંધ તો રહેશે પણ  આ માટે પાકિસ્તાન V/S બાંગ્લાદેશ મેચ વરસાદમાં ધોવાઇ જાય તે જરૂરી રહેશે.

PAK vs BAN - Hum Dekhenge News
PAK vs BAN

નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે પાસેથી પાકિસ્તાનની અપેક્ષા

પાકિસ્તાને સેમિફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ સંજોગોમાં બાંગ્લાદેશ સામે જીત મેળવવી પડશે. આ સિવાય તેણે સાઉથ આફ્રિકા કે ભારત બંનેમાંથી એકની હાર માટે પ્રાર્થના કરવી પડશે. દક્ષિણ આફ્રિકાની મેચ નેધરલેન્ડ સામે છે અને ભારતની મેચ ઝિમ્બાબ્વે સાથે છે. જો પાકિસ્તાનની ટીમ બાંગ્લાદેશ સામે હારી જશે તો તે સીધી રેસમાંથી બહાર થઈ જશે. બાંગ્લાદેશ સામેની જીત છતાં, જો દક્ષિણ આફ્રિકા અને ભારત બંને પોતપોતાની મેચ જીતે તો પણ પાકિસ્તાન બહાર થઈ જશે.

શું ભારત ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમશે?

જો ભારતીય ટીમ તેની છેલ્લી લીગ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો તેના આઠ પોઈન્ટ થઈ જશે અને તે ગ્રુપ-2માં નંબર-1 પર પહોંચી જશે. જો તે આવતીકાલે ઝિમ્બાબ્વે સામે જીત મેળવી લેશે તો આ સ્થિતિમાં ભારતનો મુકાબલો 10 નવેમ્બરે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે થશે. જો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન બંને તેમની છેલ્લી મેચો જીતી જાય તો અને ભારત ઝિમ્બાબ્વે સામે હારે તો આ સ્થિતિમાં ભારત વર્ચ્યુઅલ રીતે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

આ સિવાય જો ભારત-ઝિમ્બાબ્વે મેચ વરસાદને કારણે ધોવાઇ જશે તો પણ ભારતીય ટીમ સેમિફાઇનલમાં પહોંચી જશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાનું ગ્રુપમાં સ્થાન સાઉથ આફ્રિકા અને પાકિસ્તાનની છેલ્લી મેચોના પરિણામો પર નિર્ભર રહેશે.

Back to top button