ટ્રેન્ડિંગસ્પોર્ટસ

ICC વર્લ્ડ કપ 2023 પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન?

Text To Speech

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી સફેદ બોલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટનનું નામ રવિ શાસ્ત્રીએ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રોહિતે વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ 2021થી ભારતની મર્યાદિત ઓવરોની ટીમનો કેપ્ટન છે અને જાન્યુઆરી 2022થી તેને ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ કરવાની તક મળી.

જોકે ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી ઈચ્છે છે કે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 પછી તેમની પાસેથી કેપ્ટનશિપ છીનવાઈ જાય. રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના નવા વ્હાઈટ બોલ કેપ્ટનનું નામ પણ સૂચન તરીકે આપ્યું છે.

તેઓ માને છે કે હાર્દિક પંડ્યા સફેદ બોલ ક્રિકેટમાં ભારતનો આગામી કેપ્ટન હોવો જોઈએ. રવિ શાસ્ત્રીએ કહ્યું કે, હાર્દિક પંડ્યાનું શરીર ટેસ્ટ ક્રિકેટનો સામનો કરી શકતું નથી, પરંતુ તેને ઓક્ટોબર-નવેમ્બરમાં વર્લ્ડ કપ 2023 પછી તરત જ વ્હાઇટ બોલ ક્રિકેટમાં કેપ્ટનશિપ સોંપવી જોઈએ. હાર્દિક પંડ્યા 2022 T20 વર્લ્ડ કપથી T20 ટીમનો કેપ્ટન છે.

રવિ શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું, “સાચું કહું તો હાર્દિકનું શરીર ટેસ્ટ ક્રિકેટનો સામનો કરી શકતું નથી. વર્લ્ડ કપ પછી મને લાગે છે કે તેણે વ્હાઇટ બોલ ક્રિકેટમાં સુકાનીપદ સંભાળવું જોઈએ. તો સાથે રોહિત શર્માએ વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરવું જોઈએ. હાર્દિક પંડ્યાએ જેટલી મેચોમાં કેપ્ટનશીપ કરી છે તેમાં તે પ્રભાવશાળી દેખાઈ રહ્યો છે.

કોઈપણ રીતે એવું માનવામાં આવે છે કે વર્લ્ડ કપ 2023 રોહિત શર્મા માટે કેપ્ટન તરીકે છેલ્લી ટૂર્નામેન્ટ હશે. જો ટીમ ઈન્ડિયા ટાઈટલ જીતશે તો તે આવતા વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ કરતી જોવા મળશે, પરંતુ જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવામાં સફળ નહીં થાય તો ચોક્કસપણે હાર્દિક પંડ્યા આગામી T20 વર્લ્ડ કપ ટીમમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે.

Back to top button