ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

શ્રીલંકામાં રાજકીય સંકટ ! કોણ બની શકે છે કાર્યકારી રાષ્ટ્રપતિ ?

Text To Speech

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને પીએમ રાનિલ વિક્રમસિંઘેએ લોકોની સહાનુભૂતિ ગુમાવી દીધી છે. આવી સ્થિતિમાં હવે એક જ સવાલ ઉભો થાય છે કે રાજકીય અને આર્થિક સંકટ વચ્ચે ઉભું રહેલા શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિની કમાન કોણ હાથમાં સોંપવામાં આવશે ? આ સંજોગોમાં કોણ શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે છે.

મહિન્દા યાપા અબેવર્દન

શ્રીલંકાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે સૌથી પહેલા સંસદના સ્પીકર મહિન્દા યાપા અબેવર્દનનું નામ મોખરે છે. જી હાં, સ્પીકર મહિન્દા અબેવર્દન શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ બની તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સંસદના સ્પીકર રાષ્ટ્રપતિ રાજપક્ષે અને પીએમ વિક્રમસિંઘેને સર્વપક્ષીય સરકાર માટે માર્ગ બનાવવા માટે બહુમતી પક્ષોના નેતાઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયના આધારે શ્રીલંકામાં વર્તમાન રાજકીય સંકટને સમાપ્ત કરવા માટે તેમના હોદ્દા પરથી રાજીનામું આપવાનું કહેશે.

મીડિયા અહેવાલો અનુસાર, પાર્ટીના નેતાઓએ શનિવારે સાંજે બેઠક કરી અને સર્વપક્ષીય સરકારની રચના સુધી મહિન્દા યાપા અબેવર્દનને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો.

13 જુલાઈએ ગોટાબાયા આપશે રાજીનામું

શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ સત્તાવાર રીતે પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેને જાણ કરી છે કે તેઓ તેમની જાહેરાત મુજબ 13 જુલાઈના રોજ રાજીનામું આપશે. આ જાણકારી PM કાર્યાલય દ્વારા આપવામાં આવી છે. ગોટાબાયા રાજપક્ષેના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષેએ 9 મેના રોજ PM પદ પરથી રાજીનામું આપ્યું હતું.

વિક્રમસિંઘે તાત્કાલિક પદ છોડવા તૈયાર નથી

એવું કહેવામાં આવી રહ્યું છે કે વિક્રમસિંઘે તાત્કાલિક પદ છોડવા માટે તૈયાર નથી. તેમણે મીડિયામાં નિવેદન આપ્યું છે કે સર્વપક્ષીય સરકાર બન્યા બાદ તેઓ રાજીનામું આપી દેશે.

તો બીજી તરફ, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ આવાસ પર કબજો જમાવી લીધો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ રાજપક્ષે રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ રાષ્ટ્રપતિ આવાસ ખાલી કરશે નહીં.

Back to top button