ચૂંટણી 2024ટ્રેન્ડિંગનેશનલ

પીએમ મોદીના નામાંકનમાં હાજરી આપનાર 4 પ્રસ્તાવક કોણ હતા જાણો તેમની ભુમિકા વિશે

નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. સૌથી પહેલા પીએમ મોદીએ અહીં ગંગા નદીના કિનારે દશાશ્વમેધ ઘાટ પર પૂજા-અર્ચના કરી હતી. પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચારની વચ્ચે ગંગા ઘાટ પર આરતી પણ કરી હતી. પીએમ મોદીએ આ પછી કાલભૈરવ મંદિરના દર્શન પણ કર્યા હતા. અહીંથી સેન્ટ્રલ કલેક્ટર સુધી પહોંચીને નામાંકન દાખલ કરાવ્યું હતું. પીએમમોદીના નામાકંન ચાર પ્રસ્તાવકો પણ પહેલેથી જ કલેક્ટર ઓફિસ હાજર હતા, જેમાં પંડિત ગણેશ્વર શાસ્ત્રી, બૈજનાથ પટેલ, લાલચંદ કુશવાહ અને સંજય સોનકરનો સમાવેશ થાય છે.

પીએમ મોદીના આ ચાર પ્રચારક

પીએમ મોદીના ચાર પ્રસ્તાવકોમાં પંડિત ગણેશ્વર શાસ્ત્રીએ અયોધ્યામાં જ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુર્હુત નિકાળ્યું હતુ, તેઓ બ્રાહ્મણ છે. બીજા નંબરના પ્રસ્તાવકમાં બૈજનાથ પટેલ ઓબીસી સમાજથી આવે છે અને સંઘના જુના અને સમર્પિત કાર્યકર્તા છે. ત્રીજા નંબરના લાલચંદ કુશવાહા પણ ઓબીસી સમુદાયમાંથી આવે છે. જ્યારે ચોથા નંબરના પ્રસ્તાવક તરીકે સંજય સોનકર કે જે દલિત સમાજમાંથી આવે છે.

કોણ હોય છે પ્રસ્તાવક

ચૂંટણીમાં પ્રસ્તાવકની ભુમિકા ઘણી જ મહત્ત્વની હોય છે. આ લોકો ઉમેદવારના નામનો કલેક્ટર ઓફિસે પ્રસ્તાવ રાખે છે. ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે, પ્રસ્તાવક સ્થાનિક લોકો હોય છે, જે કોઈ પણ ઉમેદવારને ચૂંટણી લડવા માટે પોતાની તરફથી પ્રસ્તાવ રાખે છે. સામાન્ય રીતે નામાંકન માટે કોઈ મહત્ત્વપુર્ણ પક્ષના વીઆઈપી કેન્ડિડેટ માટે પાંચ અને  સામાન્ય ઉમેદવાર માટે 10 પ્રસ્તાવકો જરુરી હોય છે.  ઘણી વાર પ્રસ્તાવકોના કારણે ચૂંટણીનો મોડ  બદલાઈ જતો હોય છે, જેમકે આ વખતે સુરત લોકસભા સીટ પર જોવા મળ્યુ હતું. નિયમો પ્રમાણે, જો ઉમેદવાર કોઈ માન્યતા પ્રાપ્ત રાજનૈતિક દળના  ઉમેદવારના રુપમાં ચૂંટણી લડે છે, તો ચૂંટણીના વિસ્તારમાં એક મતદાતાએ તેની ઉમેદવારીનો પ્રસ્તાવ આપવો જરુરી હોય છે.

 ચૂંટણીમાં પ્રસ્તાલકો વિના કોઈ પણ ઉમેદવારનું નામાંકન અધુરુ માનવામાં આવે છે. નિયમો પ્રમાણે, રિટર્નિગ ઓફિસરના પ્રસ્તાવકોના હસ્તાક્ષ સત્યાપિત કરવાના હોય છે. જો એક સંક્ષિપ્ત પુછ પરછ પછી રિટર્નિગ ઓફિસર એવું કહે છે કે હસ્તાક્ષર સાચા નથી,તો પ્રસ્તાવકે દાવો કર્યો છે, તો પ્રસ્તાવકોના કારણે પણ નામાંકન પત્ર રદ્દ કરી શકાય છે. કંઈક આવું જ આ વખતે સુરત લોકસભા સીટ પર જોવા મળ્યું હતું, જે પછી ભાજપના ઉમેદવારને અહિંથી વિજય ઘોષિત કરવામાં આવ્યો હતા.

નામાંકનમાં સાથે 12 મુખ્યમંત્રી, 18 કેબિનેટ મંત્રીઓ પણ જોડાયા

ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહીત ઘણા કેન્દ્રીય પ્રધાનો,  ભાજપ અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને પક્ષના ઘણા નેતાઓ PM મોદીનું નામાંકન ભરવા જતી વખતે તેમની સાથે હાજર રહેશે. એનડીએમાં ભાજપના સાથી પક્ષ રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ જયંત ચૌધરી, એલજેપીના પ્રમુખ ચિરાગ પાસવાન, અપના દળ (એસ)ના પ્રમુખ અનુપ્રિયા પટેલ અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા)ના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે પણ આ દરમિયાન વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. આ સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ- નીતિશ કુમાર, પુષ્કર સિંહ ધામી, મોહન યાદવ, વિષ્ણુ દેવ સાઈ, એકનાથ શિંદે, ભજન લાલ શર્મા, હિમંત વિશ્વ શર્મા, નાયબ સિંહ સૈની, પ્રમોદ સાવંત , પ્રેમ સિંહ તમાંગ અને માણિક સાહા પણ જોડાયા હતા.

વારાણસી પહોંચીને પીએમ મોદીએ નામાંકન દાખલ કરીને પીએમ મોદીએ કાલ ભૈરવ મંદિરની પુજા અર્ચના કરી હતી. પીએમ મોદી ગંગા સપ્તમીના દિવસે દશાશ્વમેધ ઘાટ પર માં ગંગાની પૂજા કર્યા પછી ક્રુજ પર નમો ઘાટ પહોંચ્યા હતા. ત્યાંથી રોડમાર્ગેથી કાલ ભૈરવ મંદિર માટે રવાના થયા હતા. પીએમ મોદીએ 2014 અને 2019માં લોકસભા સીટ ચૂંટણી જીત્યા હતા અને આ વખતે ત્રીજી વાર લડવા જઈ રહ્યા છે. લોકસભા સીટના સાતમા તબક્કા હેઠળ વારાણસીમાં એક જૂને મતદાન થશે. પીએમ મોદીએ સોમવારની સાંજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં મદન મોહન માલવીયની પ્રતિમા પર માળા પણ અર્પણ કરીને રોડશો પણ કર્યો હતો. લગભગ છ કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન લોકોએ પુષ્પવર્ષા પણ કરી હતી. પીએમ મોદીએ સવા બે કલાક સુધી ચાલેલા 6 કિમીના આ રોડશોના પુરા થયા પછી કાશી વિશ્વનાથમંદિરમાં પણ પહોંચ્યા હતા.

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીથી નોંધાવી ઉમેદવારી

Back to top button