ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

લોકસભામાં કૂદકો મારીને ભય ફેલાવનાર કોણ હતા? થઈ ઓળખ, જાણો તે ક્યાંના છે?

  • સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા તેમને સુરક્ષાકર્મીઓ દ્વારા તરત જ પકડી પાડવામાં આવ્યા હતા. અને બંનેના નામ પણ સામે આવ્યા છે

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો હતો. સંસદની કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી બે જણ કૂદ્યા હતા જેથી જોખમ જણાતા સંસદની કાર્યવાહી સ્થગિત રાખવામાં આવી હતી.

બે અજાણ્યા યુવકોને જોઈને સંસદના સુરક્ષાકર્મીઓ તરત જ એક્શનમાં આવ્યા અને બંનેને પકડી લીધા. બંનેના નામ પણ સામે આવ્યા છે. લોકસભામાં પ્રવેશેલા એક આરોપીનું નામ મનોરંજન અને બીજાનું નામ સાગર શર્મા છે. મનોરંજન મૈસુરનો રહેવાસી છે.

મનોરંજનના પિતાએ શું કહ્યું?

મનોરંજનના પિતાએ કહ્યું, “મારો દીકરો સીધો સાદો અને પ્રામાણિક છે. સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને અનુસરે છે. સમાજની સેવા કરવા હંમેશા તત્પર રહે છે. સમાજ માટે કંઈક સારું કરવા માંગે છે. હંમેશા સ્વામી વિવેકાનંદનું પુસ્તક વાંચે છે. મને અપેક્ષા નહોતી કે તે આવું કરશે”. તેણે કહ્યું, “મને ખબર નથી કે ત્યાં શું થયું, મનોરંજન મારો જ દીકરો છે. અમે ખેડૂત પરિવારમાંથી આવીએ છીએ અને પ્રતાપ સિંહાના સંસદીય ક્ષેત્રમાં રહીએ છીએ. મારો દીકરો સારો છોકરો છે. અમે તેને સારી રીતે ભણાવ્યો છે. અત્યારે એ શું કરી રહ્યો છે એની મને ખબર નથી. પણ આજે જે બન્યું એ નિંદનીય છે. ભલે મારા પુત્રએ તે કર્યું હોય કે કોઈએ બીજાએ કર્યું હોય, તે ન થવું જોઈએ.”

સંસદની બહારથી બે આરોપીઓની ધરપકડ

સંસદની અંદર જેમ બેની પકડી પાડવામાં આવ્યા તે જ રીતે સંસદની બહાર પણ અમોલ અને નીલમની સંસદની બહારથી ધરપકડ કરવામાં આવી છે. આ બંનેએ સંસદની બહાર રંગીન ગેસ છોડ્યા પછી ભારત માતાની જય અને જય ભીમના નારા લગાવ્યા હતા.

અમોલ અને નીલમની સંસદની બહારથી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. કલમ 144ના ઉલ્લંઘન હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં બંનેની પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. નીલમ અને અમોલનો સામાન સીલ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસ કમિશનર આ મામલાની તપાસ માટે સંસદ ભવન પહોંચ્યા છે.

ફોરેન્સિક ટીમ પહોંચી ઘટના સ્થળે:

સંસદના શિયાળું સત્ર દરમિયાન સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ધટના આજે બની હતી. ત્યારે લોકસભામાં કૂદકો મારના બંને ની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે ફોરેન્સિક વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે.

આ પણ વાંચો: આતંકી હુમલાની વરસીને દિવસે લોકસભામાં બે જણનો આતંક, જોકે હવે સબ સલામત

Back to top button