ટ્રેન્ડિંગયુટિલીટીવિશેષ

ઈન્દિરા ગાંધીની રેલીમાં સિંહ છોડનાર ખેડૂત નેતા કોણ હતા?

નવી દિલ્હી, 16 ફેબ્રુઆરી : ખેડૂતો પોતાની કેટલીક માંગણીઓ સાથે દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ પ્રશાસન તેમને દિલ્હી પહોંચતા રોકવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે. આ પ્રયાસમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે સામસામે મારામારી પણ થઈ હતી. આમાં બંને પક્ષના ઘણા લોકો ઘાયલ થયા છે. આજે એક એવા ખેડૂત નેતા વિશે વાત કરશું જેણે ઈન્દિરા ગાંધીની રેલીમાં સિંહ છોડી દીધો હતો.

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાંથી દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોને અલગ-અલગ જગ્યાએ રોકી દેવામાં આવ્યા છે. MSPની કાયદેસર ગેરંટી સહિતની અનેક માગણીઓ સાથે શરૂ થયેલા ખેડૂતોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. પંજાબથી આવતા ખેડૂતોને શંભુ અને ખનૌરી બોર્ડર પર રોકવામાં આવ્યા છે. કડક પોલીસ બંદોબસ્તના કારણે ખેડૂતો તમામ પ્રયાસો છતાં સરહદ પાર કરી શકતા નથી. તે જ સમયે, પંજાબના ભટિંડા અને પટિયાલામાં ખેડૂતો રેલવે ટ્રેક પર એકઠા થયા છે. ખેડૂતો હંમેશા તેમના હક માટે અવાજ ઉઠાવવા માટે એકજૂટ થતાં રહ્યા છે.

ખેડૂત નેતાઓની વાત કરીએ તો સ્વામી સહજાનંદ સરસ્વતીથી લઈને મહેન્દ્ર સિંહ ટિકૈત, ગુરનામ સિંહ ચદુનીથી લઈને રાકેશ ટિકૈત સુધીના દરેક વ્યક્તિ ખેડૂતો માટે આગળ આવ્યા છે. અત્યારે જગજીત સિંહ ડાલેવાલા અને સર્વન સિંહ પંઢેર ખેડૂતોનું નેતૃત્વ કરી રહ્યા છે. તેજ રીતે ઈન્દિરા ગાંધીના સમયમાં એક ખેડૂત નેતા હતા જેણે 1974માં પૂર્વ વડાપ્રધાનની રેલીમાં સિંહ છોડી દીધો હતો. એક વાત સાથે સહમત ન થઈને તેણે આ પરાક્રમ કર્યું હતું. આ ખેડૂત નેતા હતા બિહારી સિંહ બાગી.

બિહારી સિંહ બાગી-humdekhengenews

ખેડૂત નેતા બિહારી સિંહ બાગી

ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના દાદરીના ખેડૂત નેતા બિહારી સિંહ બાગી ઈન્દિરા ગાંધીના ખૂબ નજીકના ગણાતા હતા. દાદરી વિસ્તારના લોકો પણ બિહારી સિંહને ખૂબ જ માનતા હતા, કારણ કે તેઓ ખેડૂત આંદોલનમાં સૌથી આગળ હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર દાદરી વિધાનસભાથી ચૂંટણી લડવા માંગતા હતા. આ માટે તેમણે ઈન્દિરા ગાંધી પાસેથી ટિકિટ પણ માંગી હતી, પરંતુ તે સમયે ઈન્દિરા ગાંધી ચૌધરી ચરણ સિંહની સામે એક ખેડૂત નેતા તૈયાર કરવા માગતા હતા. જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે તેમણે બાગપતના સાંસદ રામચંદ્ર વિકલને યુપી સરકારમાં કૃષિ મંત્રી બનાવ્યા હતા. જે બાદ ઈન્દિરા ગાંધીએ દાદરી વિધાનસભાથી બિહારી સિંહની જગ્યાએ રામચંદ્ર વિકલને મેદાનમાં ઉતાર્યા હતા. આનાથી બિહારી સિંહ નારાજ થયા હતા.

જાહેર સભામાં ઈન્દિરા ગાંધી

ઈન્દિરા ગાંધી ઈચ્છતા હતા કે રામચંદ્ર વિકલ કોઈપણ રીતે તે સીટ પરથી જીતે. તેથી, તે પોતે દાદરીમાં રામચંદ્ર વિકલની જાહેર સભામાં જવા માંગતા હતા. તે જ સમયે, કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળવાથી નારાજ બિહારી સિંહ બાગીએ દાદરી બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. જ્યારે બિહારી સિંહને માહિતી મળી કે ઈન્દિરા ગાંધી પોતે વિકલના ચૂંટણી પ્રચાર માટે દાદરીમાં જાહેર સભા કરશે ત્યારે બિહારી સિંહે તેમને રેલીમાં ન આવવા ચેતવણી આપી હતી. પરંતુ ઈન્દિરા ગાંધી તેની ચેતવણીને અવગણીને દાદરી પહોંચી ગયા.

જાહેર સભામાં સિંહ

બિહારી સિંહ બાગીને સર્કસમાંથી 500 રૂપિયામાં પાંજરું અને સિંહ ભાડેથી મળી ગયા હતા. આ પછી બિહારી સિંહે પાંજરાને એક રાત માટે કપડાથી ઢાંકીને રાખી દીધૂ હતું. જે સમયે ઈન્દિરા ગાંધી દાદરી આવ્યા અને જનસભાને સંબોધવાની શરૂઆત કરી જ હતી, તે જ સમયે બિહારી સિંહે પાંજરું ખોલીને સભામાં સિંહને છોડ્યો હતો. જાહેર સભામાં હાજર લોકોએ સિંહને જોયો કે તરત જ ત્યાં નાસભાગ મચી ગઈ. જ્યારે નાસભાગ મચી ત્યારે ઈન્દિરા ગાંધી માત્ર 5 જ મિનિટમાં જાહેર સભા છોડીને જતાં રહ્યા હતા.

આ પણ વાંચો : કોણ છે ઉમેશનાથજી મહારાજ જેમને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા?

Back to top button