ટ્રેન્ડિંગધર્મ
કોણે શિવજીના સોમવારનું વ્રત ખાસ કરવુ જોઇએ?
- શિવજી અને ચંદ્ર દેવનો દિવસ એટલે સોમવાર
- સોમવારનું વ્રત આમ તો દરેક વ્યક્તિને શુભ ફળ આપે છે
- માનસિક અશાંતિ અનુભવનાર વ્યક્તિએ આ વ્રત કરવુ જોઇએ
સોમવાર એટલે ભગવાન શિવનો દિવસ ગણાય છે. શિવજી અને ચંદ્ર દેવનો દિવસ ગણાતો સોમવાર કરવાથી શુભ ફળ મળે છે. આમ તો દરેક વ્યક્તિ આ વ્રત કરી શકે છે, પરંતુ અમુક લોકોને તે વધારે શુભ ફળ આપે છે. સુખ-સમૃદ્ધિ, માનસિક શાંતિ, સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે આ વ્રત કરવુ જરૂરી છે.
આ લોકોએ ખાસ કરવા જોઇએ સોમવાર
- જે વ્યક્તિનો સ્વભાવ ઉગ્ર હોય, તે વ્યક્તિ જો આ વ્રત કરે તો તેમની ઉગ્રતામાં ઘટાડો થઇ શકે છે અને વ્યક્તિનો સ્વભાવ ખુશમિજાજ થાય છે.
- જો તમે માનસિક તણાવ કે કોઇ પરેશાનીનો સામનો કરી રહ્યા હો તો તે ચંદ્ર દોષના કારણે થઇ શકે છે. આવા સંજોગોમાં તમારે સોમવારનું વ્રત ખાસ કરવુ અને સાથે ચંદ્ર દેવની પૂજા પણ કરવી જોઇએ.
- કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે તેથી જો તમારી રાશિ કર્ક હોય તે તમારે પણ ચંદ્રનું વ્રત કરવુ જોઇએ.
- જે વ્યક્તિની કુંડળીમાં ચંદ્ર ગ્રહ શનિ સાથે હોય તો તે વિષ યોગનું નિર્માણ કરે છે. આ સ્થિતિમાં તમારે સોમવારનું વ્રત જરૂરથી કરવુ જોઇએ.
- જન્મ કુંડળીમાં છઠ્ઠા, સાતમા અને આઠમાં ભાવમાં ચંદ્ર બેઠો હોય તે વ્યક્તિ જો સોમવારનું વ્રત કરે તો તે ફળદાયી સાબિત થાય છે.
- સારા પતિની કામના કરનારી દરેક કુંવારિકા સોમવારનું વ્રત કરી શકે છે. તેનાથી દાંપત્ય જીવન સુખમય રહે છે.
આ પણ વાંચોઃ નાની નાની ભુલો બની શકે છે આર્થિક તંગીનું કારણઃ તમે પણ ચેતજો