મનોરંજન

‘ઇસ્લામની મજાક નહીં કરવા દઇએ’ કહી કોણે કર્યો ‘પઠાણ’નો વિરોધ

Text To Speech

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ પરનો વિવાદ વધતો જ જાય છે. ફિલ્મના બેશર્મ રંગ ગીત પર એક બાજુ હિંદુ સંગઠન પોતાનો ગુસ્સો કાઢે છે, તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં હવે ઉલેમાં બોર્ડે પણ ફિલ્મ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડે ‘પઠાણ’ ફિલ્મને બોયકોટ કરતા તેને રીલીઝ ન કરવાની માંગણી કરી છે.

'ઇસ્લામનો મજાક નહીં ઉડાવવા દઇએ' કહી કોણે કર્યો 'પઠાણ'નો વિરોધ hum dekhenge news

મુસ્લિમ સમુદાય પણ ‘પઠાણ’થી નારાજ

મધ્યપ્રદેશ ઉલેમા બોર્ડના અધ્યક્ષ સૈયદ અનસ અલીએ કહ્યુ કે એક ફિલ્મ પઠાણના નામથી બની છે, જેમાં શાહરૂખ ખાન હીરો છે. લોકો તેને જોવે છે અને પસંદ કરે છે, પરંતુ અમારી પાસે કેટલીયે જગ્યાએથી ફરિયાદો આવી રહી છે અને ગુસ્સો દર્શાવાઇ રહ્યો છે કે આ ફિલ્મની અંદર અશ્લીલતા ફેલાવાઇ રહી છે અને તેમાં ઇસ્લામનો ખોટો પ્રચાર થઇ રહ્યો છે.

તેમણે આગળ કહ્યુ કે આ ફિલ્મને લઇને ઓલ ઇંડિયા મુસ્લિમ તહેવાર કમિટીએ એક સ્ટેન્ડ લીધુ છે અને આ ફિલ્મનો બોયકોટ કર્યો છે. અમે પણ અમારી જાતના લોકોને, જવાનોને અપીલ કરીએ છીએ કે આ ફિલ્મને ના જોશો. તેમણે કહ્યુ કે આ ફિલ્મ રિલીઝ ન થવા દેવી જોઇએ.ઓલ ઇંડિયા ઉલેમા બોર્ડ પણ તેની તાકીદ કરે છે અને તેમની સાથે ઉભુ છે.

આ પણ વાંચોઃ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ: બાળકો સાથે બાળનગરીમાં અચૂક જુઓ બુજોનું પ્રદર્શન…

Back to top button