સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે
પાકિસ્તાનથી પોતાના ચાર બાળકો સાથે ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં રહી છે. થોડા દિવસ પહેલા તેને ભારતમાં ફિલ્મની પણ ઓફર આપવામા આવી હતી. ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે સીમા હૈદર 2024ની લોકસભા ચૂંટણીમાં સાંસદની ચૂંટણી લડી શકે છે. એવા અહેવાલો છે કે સીમાને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા તરફથી ઓફર મળી છે.
વધુ વાંચો: સીમા હૈદર 2024માં સાંસદની ચૂંટણી લડશે! આ પાર્ટીએ આપી મોટી ઓફર
પાટણથી અમેરિકા ફરવા ગયેલા ગુજરાતી યુવકનું મોત
હાલ યુવાઓમાં વિદેશમાં જવાનો કંઈક અલગ જ ચસ્કો જોવા મળી રહ્યો છે. જેથી મોટાભાગે યુવાનો મસમોટી રકમ ચૂકવી વિદેશમાં ભણવા, ડોલર કમાવવા કે પછી ફરવા જતા હોય છે. ત્યારે આવી જ રીતે પાટણથી અમેરિકા ફરવા ગયેલા યુવાનને કાળનો ભેટો થયો હોવાનું સામે આવ્યું છે.પુરપાટ ઝડપે આવતી એક નહિ બે નહિ આશરે 14 જેટલી ગાડીઓ તેના પરથી પસાર થઈ ગઈ હતી.
રાજસ્થાનમાં 12 વર્ષની માસૂમ દીકરી સાથે પહેલા ગેંગરેપ
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઈમનો રેસિયો વધતો જોવા મળી રહ્યો છે. જેમાં મહિલાઓ સાથે ખરાબ વર્તનની ઘટનાઓ કંઈક વધારે જ સામે આવી રહી છે. ત્યારે આવી જ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી છે. જેમાં નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી દીધી છે. રાજસ્થાનના ભીલવાડામાં નજીકના જંગલમાં કોલસાની ભઠ્ઠીમાંથી ગુમ થયેલી સગીર બાળકીના બંગડી અને ચપ્પલ મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
વધુ વાંચો : રાજસ્થાનમાં હેવાનિયતની તમામ હદો પાર, સગીરા સાથે પહેલા ગેંગરેપ અને પછી…
મૈતેઈ સમાજ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ
ઘણા મહિનાઓથી વંશીય હિંસામાંથી પસાર થઈ રહેલા મણિપુરમાં ગુરુવારે સ્થિતિ ફરી વણસી ગઈ છે. રાજ્યના વિષ્ણુપુરમાં વિરોધ કરી રહેલા મૈતેઈ સમુદાયના લોકો અને પોલીસ વચ્ચે ઉગ્ર અથડામણ થઈ છે. વિરોધ કરી રહેલા ટોળાને વિખેરવા માટે પોલીસે હવામાં ગોળીબાર કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
વધુ વાંચો : મણિપુર હિંસા: મૈતેઈ સમાજ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ; પોલીસે કર્યું ફાયરિંગ
“મારી માટી,મારો દેશ” થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક યોજાઈ
આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે આ વર્ષની ઉજવણીની થીમ ‘’મારી માટી,મારો દેશ’’ રાખવામાં આવી છે. જેને અનુલક્ષીને જિલ્લા સેવા સદન ખાતે મુખ્ય અગ્રસચીવ પંચાયતની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક અધિકારીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
વધુ વાંચો : પાટણ : “મારી માટી,મારો દેશ” થીમ અંતર્ગત થનાર ઉજવણીનાં અનુસંધાને બેઠક યોજાઈ
અમદાવાદના ડીઇઓએ જાહેર કર્યો પરિપત્ર
અમદાવાદના શૈક્ષણિક સંકુલ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા માટે મોબાઇલના ઉપોગને લઇને ડીઇઓએ પરિપત્ર જાહેર કર્યો છે. અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે માટે શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. અને જો કોઈ મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેની સામે દંડનિય કાર્યવાહી થશે.
વધુ વાંચો : સ્કૂલમાં મોબાઇલ વાપરતા શિક્ષકો હવે ચેતી જજો ! અમદાવાદના ડીઇઓએ જાહેર કર્યો પરિપત્ર
મણિપુરના વિનાશ પછી જમ્મુ-કાશ્મીરનો વારો
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા ‘ઉચ્ચ’ જાતિના ‘પહાડીઓ’ને આદિજાતિનો દરજ્જો આપવાના બિલે જમ્મુ અને કાશ્મીરમાં મોટો વિવાદ ઉભો કર્યો છે, જેના કારણે ગુર્જર અને બકરવાલ સમુદાયો આવતા મહિને રસ્તા પર ઉતરી આવવાની ધમકી આપી દીધી છે.
વધુ વાંચો :મણિપુર હિંસા: મૈતેઈ સમાજ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ; પોલીસે કર્યું ફાયરિંગ