વાવાઝોડાનું નામ બિપોરજોય કોણે પાડ્યું? જાણો કેવી રીતે આપવામાં આવે છે નામ
HD એક્સપ્લેનેશન ડેસ્કઃ બિપોરજોય વાવાઝોડુ ટુંક સમયમા ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. આગમચેતીના ભાગરુપે લોકોનુ સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. NDRFની ટીમોને દરિયાકાંઠે મોકલી દેવામાં આવી છે. હાલ પરિસ્થીતીને જોતા કચ્છ સહિતના દરિયા કાંઠે 9 નંબરનું સિગ્નલ મારી દેવામાં આવ્યું છે. તેમજ દરિયા કાંઠાના વિસ્તારોમાં 144 કલમ લાગુ કરી દેવામાં આવી છે. અહીં વાવાઝોડાનું નામ બિપોરજોય કેમ રાખવામાં આવ્યું અને તેનો મતલબ શું છે તેના વિશે ઘણા બધાને પ્રશ્ન થતો હશે. જો તમને પણ આ પ્રશ્ન થતો હોય તો આ લેખ તમારા માટે છે.
વાવાઝોડાનું નામ બિપોરજોય કોને પાડ્યુંઃ
અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાનું નામ બિપોરજોય છે અને તે બાંગ્લાદેશ તરફથી પાડવામાં આવ્યું છે. બાંગ્લાદેશે આપેલા બિપોરજોય નામનો અર્થ
આપત્તિ થાય છે. અહીં બીજો પ્રશ્ન એ થાય કે વાવાઝોડાઓના નામ કેવી રીતે પાડવામાં આવે છે?
કેવી રીતે પાડવામાં આવે છે વાવાઝોડાઓના નામ?: હિદ મહાસાગરના 8 દેશો જેઓ આ મહાસાગર સાથે દરિયાઈ સીમા ધરાવે છે ભારત, માલદિવ, મ્યાનમાર, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડવ વચ્ચે 2004માં એક કરાર કરવામાં આવ્યો હતો. જે મુજબ આ દરેક દેશોએ વાવાઝોડા માટે 8-8 નામો આપવાના હોય છે. વાવાઝોડાનુ નામ એવી રીતે આપવામાં આવે છે જેથી લોકોને તે નામ યાદ રહે. આ નામો અગાઉથી જ નક્કી કરી લેવામાં આવતા હોય છે. અહીં મહત્વની વાત એ છે કે દરેક વાવાઝોડાના નામ આપવામાં આવતા નથી. જે વાવાઝોડાની ગતી 34 નોટિકલ માઈલ કલાકની હોય છે તેનુ નામ આપવાનું હોય છે.
સંકલન અને સંવાદ કરવામાં મુશ્કેલી: દુનિયામાં 1945 સુધી કોઈ વાવાઝોડાના નામ આપવામાં આવતું ન હતું. આના કારણે એકબીજા દેશ કે રાજ્ય વચ્ચે સંકલન અને સંવાદ કરવામાં મુશ્કેલી પડતી હતી. આથી વિશ્વ હવામાન સંગઠને 1945માં દરેક વાવાઝોડાની ઓળખ માટે એક અલગ નામ આપવાનો નિર્ણય કર્યો. આના કારણે લોકોને સમજવામાં સરળતા રહે છે.
એક બેઠક દ્રારા નામ નક્કી થાય છેઃ વાવાઝોડાનું નામકરણ લોકોમાં લોકપ્રિય હોય અને લોકોને સરળાતાથી યાદ રહી જાય તેવી રીતે રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવનારા વાવાઝોડાઓને ક્યું નામ આપવું તે એક બેઠક દ્રારા નક્કી થાય છે.
આ પણ વાંચોઃ વાવાઝોડુ વિફર્યું, હવે આખા ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ