સારા અલીના પૈસાને કોણ કરે છે મેનેજ? અભિનેત્રીએ કહ્યું મારું Gpay પણ તેમની સાથે લિંક


- સારા અલીના પૈસાને તે ખુદ મેનેજ કરતી નથી, તેની પર તેના માતાની પળેપળની નજર હોય છે, જોકે તે વધુ શોપિંગ કરવામાં પણ માનતી નથી
HD ન્યુઝ ડેસ્કઃ સારા અલી ખાન બોલિવૂડની યુવા અભિનેત્રીઓમાંની એક છે અને તેણે નાની ઉંમરે પોતાનું નામ બનાવ્યું છે અને સારી કમાણી પણ કરી રહી છે. સારા ઘણી કમાણી કરે છે, પણ તે વધારે ખર્ચ કરતી નથી. તે ક્યારેક સામાન્ય સ્ટ્રીટ શોપિંગ કરીને પણ સંતોષ માની લે છે. સારાએ જણાવ્યું કે કેવી રીતે તેની માતા તેના પૈસા પર નજર રાખે છે અને તેના પૈસા મેનેજ કરે છે.
સારાએ શું કહ્યું?
ટાઇમ્સ નાઉ સમિટ 2025માં, સારાએ મજાકમાં કહ્યું હતું કે તે તેની માતાની પરવાનગી વિના ટિકિટ પણ બુક કરતી નથી. હું શીખી છું કે તમારે દરેક ક્ષેત્રમાં થોડી રકમનું રોકાણ કરવું જોઈએ. મારી માતા મારા પૈસા સંભાળે છે. મારું GPay એકાઉન્ટ પણ મારી માતા સાથે જોડાયેલું છે. દરેક વખતે તેમને OTP આવે છે.
જ્યારે સારાને કહેવામાં આવ્યું કે એવું લાગે છે કે તેને હજુ પણ પોકેટ મની મળે છે, ત્યારે અભિનેત્રીએ કહ્યું, પોકેટ મની? હું OTP વગર ટિકિટ પણ બુક કરાવી શકતી નથી.
સારા ક્યાં રોકાણ કરે છે?
સારાએ કહ્યું કે તે રિયલ એસ્ટેટ, શેર અને સોનામાં રોકાણ કરે છે અને તેની માતા તેના પર સંપૂર્ણ ધ્યાન આપે છે.
કપિલ શર્મા શોમાં અગાઉ વિક્કી કૌશલે કહ્યું હતું કે એક વાર તેણે સારાને તેની માતાને ઠપકો આપતા જોઈ હતી, જેના પર સારાએ કહ્યું હતું કે, મમ્મીને કોઈ સમજ નથી. તે 1600 રૂપિયાનો ટુવાલ લઈને આવી છે. વેનિટી વાનમાં 2-3 મફત ટુવાલ લટકાવેલા છે. તેમાંથી કોઈનો પણ ઉપયોગ કરી લો.
આ પણ વાંચોઃ રણવીર બાદ હવે સ્વાતિ સચદેવાએ પોતાની જ મા પર અશ્લીલ કોમેડી કરતા લોકો ભડક્યા