ચુંબન: પ્રથમ વખત કોણે અને ક્યારે કર્યું? શું છે આ પાછળની વિજ્ઞાનીઓની થીયરી
અમદાવાદ, 16 ફેબ્રુઆરી : કિસ… એટલે ચુંબન. પ્રથમ વખત ચુંબન ક્યારે અને કોના દ્રારા કરવામાં આવ્યું, મનુષ્યો દ્વારા કે પ્રાણીઓ દ્વારા? આ વિચાર સૌ પ્રથમ કોને આવ્યો? પ્રેમ, ચિંતા અને કાળજી વ્યક્ત કરવા માટે આ શારીરિક પ્રક્રિયા કોણે શરૂ કરી? એક એવી કૃતિ જેના પર લાખો લેખો, કવિતાઓ અને ગીતો છે. પરંતુ ક્યારેય કોઈએ એ નથી કહ્યું કે આની શરૂઆત ક્યાંથી અને ક્યારે થઈ.
વાસ્તવમાં કોઈ નથી જાણતું કે માણસોએ એકબીજાને ચુંબન કરવાનું ક્યારે શરૂ કર્યું. ખાસ કરીને સ્મૂચ ((Smooch). ગયા વર્ષે એટલે કે 2023 માં વિજ્ઞાનીઓએ એક રિપોર્ટ આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે મનુષ્ય ઓછામાં ઓછા 5000 વર્ષથી સ્મૂચ એટલે કે લિપલૉક કરવાનું જાણે છે. આ અભ્યાસ સાયન્સ જર્નલમાં પ્રકાશિત થયો હતો.
https://x.com/NYTScience/status/1757803302928969777?s=20
આ અભ્યાસમાં દક્ષિણ ભારતની કાંસ્ય યુગની પાંડુલિપિ (Bronze Age Manuscript)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે લગભગ 1500 બીસીની આસપાસની છે. પરંતુ પ્રાચીન મેસોપોટામિયા અને ઇજિપ્તમાં આવી વસ્તુઓ 2500 બીસીમાં જોવા મળી હતી. તેના દસ્તાવેજો અને પ્રાચીન પુરાવાયો પણ છે. ચુંબન કરવુંએ ઘણા દેશોની પ્રાચીન સંસ્કૃતિઓમાં સદીઓથી પ્રચલિત છે.
અચાનક ચુંબન થતું નથી, તે એક બાયોલોજિકલ પ્રોસેસ છે
ચુંબન એ અચાનકથી થઈ જાય એવી પ્રક્રિયા નથી. આ એક ખાસ પ્રકારની બાયોલોજિકલ પ્રોસેસ છે. જેના કારણે અત્યારે અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ છે. તેના પ્રાચીનકાળથી લઈને આજના આધુનિક સમય સુધીના પુરાવા છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગનના એસાઈરોલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ટ્રોલ્સ પેન્ક આર્બોલે જણાવ્યું હતું કે, આપણે વિચારીએ છીએ અથવા જે પુરાવા અમને મળ્યા છે. માનવીઓ તેના ઘણા લાંબા સમય પહેલાથી ચુંબન કરતાં આવ્યા છે.
ચુંબન… સાંસ્કૃતિક અને આપસી સંબંધોના ઇવોલ્યુશનનો પુરાવો છે
ઈન્ડિયાના યુનિવર્સિટીના ઇવોલ્યુશનરી બાયોલોજીસ્ટ ડૉ. જસ્ટિન આર. ગાર્સિયાએ કહ્યું છે કે, મેસોપોટેમિયામાં મળેલી કલે ટેબ્લેટ્સમાં કોતરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે રોમાંસમાં કિસનું કેટલું મહત્ત્વનું યોગદાન હતું. ચુંબન ઘણા પ્રકારના હોય છે. આ અભ્યાસ માત્ર રોમેન્ટિક અને સેક્સ્યુઅલ કિસિંગ પર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ચુંબન કરવું એ સાંસ્કૃતિક અને માનવ સંબંધોના સતત વિકાસની વાત છે. ચુંબન કરવુંએ એક પ્રકારનો સામાજિક વ્યવહાર છે, જે ઘણા દેશોમાં સામાન્ય અને અન્ય ઘણી જગ્યાએ અસામાન્ય અથવા અત્યંત ખાનગી માનવામાં આવે છે. બેબીલોનમાં મળેલી પ્રાચીન કલે ટેબ્લેટ્સમાં આ બતાવવામાં આવ્યું છે જેમાં એક યુગલ એકબીજાને ચુંબન કરી રહ્યું છે. આ ઈસવીસન પૂર્વે 1800ની કલાકૃતિ છે.
રોગને શોધવા માટે શરૂ કરવામાં આવ્યો હતો કિસનો અભ્યાસ
આધુનિક સમયમાં હર્પીસ (Herpes) નામના રોગના ફેલાવાનો અભ્યાસ કરવાનો હતો. તેના શરૂઆતના મૂળ સુધી જવું હતું. તેથી સ્મૂચિંગના ઇતિહાસની તપાસ કરવાનું શરૂ કર્યું. જેમાં કાંસ્ય યુગના 3300 BC થી 1200 BC સુધીના પુરાવા મળ્યા. ડો. ટ્રોએલ્સ આર્બોલ કહે છે કે મને એવું લાગે છે કે સ્મૂચ એટલે કે ડીપ કિસિંગની પ્રક્રિયા 300 બીસીની આસપાસ શરૂ થઈ હતી. આ તે સમયની વાત છે જ્યારે ભારતમાં કામસૂત્રની રચના થઈ ગઈ હતી.
આ પણ વાંચો : ઇન્ટરનેટ વગર કામ કરશે આ AI ચેટબોટ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો?