ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલવિશેષ

કોણ છે ઉમેશનાથજી મહારાજ જેમને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા?

ઉજ્જૈન, 14 ફેબ્રુઆરી : ભારતીય જનતા પાર્ટીએ આજે બુધવારે રાજ્યસભા ચૂંટણી માટે મધ્ય પ્રદેશની 4 બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ ઉમેદવારોમાં એક આશ્ચર્યજનક નામ છે વાલ્મિકી ધામ આશ્રમના વડા ઉમેશનાથજી મહારાજનું. ભાજપે ઉજ્જૈનના વાલ્મિકી ધામ આશ્રમના વડા પીઠાધીશ્વર બાલ યોગી સંત ઉમેશ નાથજી મહારાજને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.

આશ્ચર્યની વાત એ છે કે મીડિયાના સવાલ પર બાલ યોગી સંત ઉમેશ નાથે કહ્યું કે, મને પણ આ માહિતી તમારા બધા દ્વારા મળી છે. હું આ વિશે પહેલા કંઈ જાણતો ન હતો. તેમજ, હું મારી રોજીંદી પૂજા પાઠ જેવા કાર્યોથી હમણાં જ નિવૃત્ત થયો છું અને રાજ્યસભાના સાંસદ પદ માટેની મારી ઉમેદવારી વિશે ની માહિતી મને તમારા બધા પાસેથી મળી છે.

બાલ યોગી સંતે કહ્યું, જ્યારે પણ મહાકાલ કોઈને કોઈ જવાબદારી સોંપે છે, ત્યારે તે પોતે તે કાર્ય કરે છે. મારા 60 વર્ષ સાધુ અને સન્યાસી જીવનમાં વિત્યા છે અને હવે જ્યારે મને આ જવાબદારી મળી છે, ત્યારે હું તેને સત્ય, નિષ્ઠા, મન, વાણી અને કર્મથી નિભાવવાનો પૂરો પ્રયાસ કરીશ. હું દેશના તમામ ઋષિ-મુનિઓના આશીર્વાદ લઈશ અને આ ક્ષેત્રમાં કામ કરતા લોકો પાસેથી સલાહ લઈને આ જવાબદારી સારી રીતે નિભાવીશ.

ઉમેશનાથજી મહારાજ-humdekhengenews

આ ઉપરાંત, રાજ્યસભાના ઉમેદવાર ઉમેશનાથજી મહારાજના જીવન વિશે વાત કરીએ તો તેઓ વાલ્મિકી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને તે એવી વ્યક્તિ છે જેમને સંઘના વડા મોહન રાવ ભાગવતથી લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી અને તમામ દિગ્ગજ નેતાઓ આશીર્વાદ લેવા આવ્યા છે . એવું પણ સાંભળવામાં આવ્યું છે કે ગત સિંહસ્થ કુંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સંત ઉમેશનાથજી મહારાજની સંગતમાં સ્નાન કર્યું હતું.

ઉમેશનાથજી મહારાજ-humdekhengenews

1964ની ઉંમરથી ઋષિ

બાલ યોગી સંત ઉમેશનાથજી મહારાજ વર્ષ 1964 એટલે કે બાળપણથી જ સંત છે. માતા-પિતાએ તેમના પુત્રને મહાયોગી શ્રી ગોરક્ષનાથજીની ધૂની પર જન્મ લેતાની સાથેજ તેને ત્યાં સોંપી દીધા હતા, ત્યારથી તેઓ તપસ્વી જીવન જીવે છે.

8 રાજ્યોના રાજકીય અતિથિ

યોગી વર્ષ 1992માં 8 પ્રાંતોનારાજકીય અતિથિ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાન દ્વારા પહેલીવાર રાજકીય અતિથિનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તેને ‘ગૌરવ ઈન્ડિયા એવોર્ડ’થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. અને બીજા ઘણા એવોર્ડ જેવા કે, કર્મવીર પુરસ્કાર, છત્તીસગઢ પુરસ્કાર, હરિયાણા પુરસ્કાર, સમાજ ગૌરવ પુરસ્કાર, રાજસ્થાન પુરસ્કારની સાથે ‘અવધ યુનિવર્સિટી સમરસતા એવોર્ડ’ થી પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. તે દેશ-વિદેશમાં યાત્રા પણ કરે છે. તેનું જીવન સાવ સાદું અને મધુર ભાષી છે.

ભાજપના રાજ્યસભાના ઉમેદવારોની યાદી

ભાજપના રાજ્યસભાના ઉમેદવારોની યાદી-humdekhengenews

ઉજ્જૈનમાં ‘શ્રી ક્ષેત્ર વાલ્મિકી ધામ’નું નિર્માણ

અવંતિકા પુરી ઉજ્જૈનમાં વાલ્મિકી સમાજના ધર્મગુરુ આદરણીય અનંત શ્રી વિભુષિત સ્વામી સોહનદાસજી મહારાજના સમાધિ સ્થાન પર ‘શ્રી ક્ષેત્ર વાલ્મિકી ધામ’નું નિર્માણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. બાલ યોગી સંત ઉમેશનાથનો આ આશ્રમ અનોખો છે જેમાં ગુરુકુળ જેવી વ્યવસ્થા છે. ત્યાં પશ્ચિમી સભ્યતાનું કોઈ નામો નિશાન નથી. બાલ યોગી ઉમેશ નાથજી આ સ્થાનને પવિત્ર અને પ્રતિષ્ઠિત રાખવાના તમામ પ્રયાસો કરે છે. સમાજના દરેક ભાગના લોકો પણ તેમના નમ્ર આદેશોને સ્વીકારે છે અને આશ્રમના સંચાલનમાં સામેલ થાય છે. આ આશ્રમની આભા અને ચર્ચા દેશભરમાં ફેલાઈ રહી છે.

મહારાજ આ સ્થાન પર પહોંચ્યા પછી 41 દિવસમાં જમીનમાંથી શિવલિંગ પ્રગટ થયું. જેની નામકરણ વિધિ કરી કમલેશ્વર વાલ્મીકેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે. તેમજ, નજીકમાં જ એક વડનું ઝાડ અને ગંગાજી પ્રકટ થયા છે. આશ્રમમાં 5 જેટલી અખંડ જ્યોત સાથે જ, અહી અખંડ ધૂની, અખંડ ભંડારા અને અખંડ સાધુ સંતોની સેવા ચાલી રહી છે. તેમજ, અખંડ આરતી, પ્રાર્થના અને પૂજા અવિરત ચાલુ રહે છે. આ સાથે દેશના ઉચ્ચ પદના સંતો, સમાજ સેવકો, મોટા રાજનેતાઓ અને વહીવટી અધિકારીઓ આ સ્થાન પર પૂજ્ય સંત બાલ યોગી ઉમેશ નાથજીના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા આવતા રહે છે. આ સ્થાન પર પક્ષની રાજનીતિને ધ્યાનમાં લીધા વગર દરેકનું સન્માન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલને EDનું છઠ્ઠું સમન્સ, 19 ફેબ્રુઆરીએ હાજર રહેવા આદેશ

Back to top button