પ્રથમ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનાર અને 22ની ઉંમરે મિસ ઈન્ડિયા બનનાર મહિલા કોણ છે? જાણો
- મહિલાએ 15ની ઉંમરે ઘરેથી ભાગીને લગ્ન કર્યા અને 22 વર્ષે ભારતની પ્રથમ પરિણીત મિસ ઈન્ડિયા બની
HD ન્યૂઝ ડેસ્ક, 17 મે: જ્યારે મિસ ઈન્ડિયા, મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવા ખિતાબની વાત આવે છે, ત્યારે ભારતમાં સૌથી પહેલા જે લોકો યાદ આવે છે તે સુસ્મિતા સેન અને ઐશ્વર્યા રાય છે. દેશની પ્રથમ મિસ યુનિવર્સ બનવાનું સન્માન માત્ર સુષ્મિતા સેનને જ મળ્યું છે. પરંતુ, શું તમે જાણો છો કે મિસ યુનિવર્સ માટે હરીફાઈ કરનાર પ્રથમ મોડલ કોણ હતી? તે એક એવી પ્રતિભાશાળી મહિલા હતી જેણે પહેલા મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો અને પછી મિસ યુનિવર્સ માટે ગયા. ભલે તે તાજ જીતી ન શકી, પરંતુ તેણે તેના શાસ્ત્રીય નૃત્યથી વિશ્વ જીતી લીધું અને અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં તેમણે નૃત્ય પણ શીખવ્યું.
View this post on Instagram
આ મહિલા ઈન્દ્રાણી રહેમાન(Indrani Rahman) હતા જેઓ નવ વર્ષની ઉંમરે ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી અને ઓડિસી નૃત્યમાં નિપુણ બની ગયા હતા. તેઓ 1952માં મિસ ઈન્ડિયા બન્યા હતા તે પણ ત્યારે જ્યારે તેઓ માતા બની હતી. તે જ વર્ષે, તે કેલિફોર્નિયામાં યોજાયેલી મિસ યુનિવર્સનો ભાગ લેવા પણ ગયા હતા. માત્ર 15 વર્ષની ઉંમરે, તેમણે ઘરેથી ભાગી જઈ અને તેનાથી બમણી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરીને વિવાદ જગાવ્યો હતો. 22 વર્ષની ઉંમરે તેમણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં પણ ભાગ લીધો હતો. ધ ઈન્ડિયન ઓબ્ઝર્વર નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ અનુસાર, લગ્ન અને બે બાળકો પણ ઈન્દ્રાણી રહેમાનને તેનો હેતુ સિદ્ધ કરતા રોકી શક્યા નહીં. પરિવારની સારસંભાળ કરતી વખતે તેઓએ ભારતીય શાસ્ત્રીય નૃત્યને પણ દૂર દૂર સુધી લઈ ગયા.
View this post on Instagram
ઈન્દ્રાણી રહેમાન ભારતની સાંસ્કૃતિક રાજદૂત બન્યા. તેમણે અમેરિકન પ્રમુખ જ્હોન એફ કેનેડીની સામે પરફોર્મન્સ પણ કર્યું. આટલું જ નહીં, 1961માં જ્યારે જવાહરલાલ નેહરુ વોશિંગ્ટન DC ગયા ત્યારે પણ તેમણે પરફોર્મ કર્યું હતું. તેમણે અમેરિકાની ઘણી યુનિવર્સિટીઓમાં ભરતનાટ્યમ અને કુચીપુડી જેવા નૃત્ય પણ શીખવ્યા. 1970માં તેમણે ન્યૂયોર્કની જુલિયર્ડ સ્કૂલમાં ડાન્સ શીખવવાનું શરૂ કર્યું. તેમણે હાર્વર્ડમાં પણ કામ કર્યું. 1999માં ન્યૂયોર્કમાં તેમનું અવસાન થયું.
આ પણ જુઓ: કૈટરિનાએ પતિના બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી, ખુશ દેખાયો વિક્કી