ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડનું જુનિયર ક્લાર્કનું પેપર ફોડનાર દંપતી ભાસ્કર ચૌધરી અને રિદ્ધિ ચૌધરીની ATS એ અટકાયત કરી હતી. વડોદરાના અટલાદરા વિસ્તારમાં પ્રમુખ બજાર કોમ્પ્લેક્ષમાં આવેલ સ્ટેકવાઇઝ ટેકનોલોજીની ઓફિસ પર દરોડા પાડીને તેના સંચાલક ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની અટકાયત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ATS દ્વારા પેપર લીક મામલે મોટી કાર્યવાહી, 16 આરોપીઓના નામ કર્યા જાહેર
ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા આલીશાન લકઝરી ફ્લેટમાં વૈભવી ઘર ધરાવે છે. તેની કંપની સ્ટેકવાઇઝ ટેકનોલોજી ઓનલાઈન એક્ઝામિનેશન સેન્ટર, કોર્પોરેટ ટ્રેનિંગ, રાજ્ય બહાર મેડિકલ કોલેજોમાં એડમિશન અપાવવાનું કામ કરતી હતી.
આ ઉપરાંત દિલ્હીમાં પણ પાથવે નોલેજ સોર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધારવે છે. જે વિવિધ ડિગ્રીઑના ઍડ્મિશન માટે ગાઈડન્સ પૂરું પાડતી હતી. આ કંપની દ્વારા દર વર્ષે 2500 વિદ્યાર્થીઓના એડમિશન કરાવવામાં આવતા હતા. ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં પણ એડમિશન આ કંપની અપાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પેપર લીક કનેક્શનમાં ચાર ગ્રુપ સામે આવ્યા, મોટા માથાની સંડોવણી ખુલશે
વર્ષ 2019 માં ભાસ્કર ચૌધરીને ઓનલાઈન લેવાતા પેપરમાં ગેરરિતીના આરોપ હેઠળ સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તે બાદ હાલ 2023માં પણ તે પેપર ફોડી શક્યો અને પોલીસ, સીબીઆઇ અને સરકારી તંત્રને માત આપી, હવે ફરી ATS દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. હવે વધુ તપાસમાં શું કાર્યવાહી થશે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો : હમ દેખેંગે ન્યૂઝનો એક જ સવાલ : વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કયા સુધી થતાં રહશે, જવાબદાર સામે પગલાં ક્યારે ?
થોડા પૈસાની લાલચમાં આવા લાલચુ લોકોએ 9.50 લાખ વિદ્યાર્થીઓની મહિનાઓની મેહનત પર પાણી ફેરવી દીધું હતું. ગુજરાત ATS એ બાતમીના આધારે રાત્રે 2 વાગ્યે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલી તેની ઓફિસ પર દરોડા પાડી દંપતી સહિત ત્યા હજાર સાગરિતોની ધરપકડ કરી લેવામાં આવી હતી.