

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2022માં અનેક મિસ્ટ્રી ગર્લ સામે આવી છે. પહેલી મેચથી લઈને છેલ્લી લીગ મેચ સુધી મેદાનમાં અનેક ફેન્સ સોશિયલ મીડિયામાં લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થયેલી મેચમાં પણ આવું જ થયું. આ ગ્રાઉન્ડમાં બે મિસ્ટ્રી ગર્લ એક સાથે જોવા મળી જેની તસવીર વાયરલ થઈ રહી છે. ત્યારે આવો જાણીએ કોણ છે આ બ્યૂટીફુલ મિસ્ટ્રી ગર્લ
મુંબઈ-દિલ્હી વચ્ચેની મેચમાં મિસ્ટ્રી ગર્લનો ડબલ ધમાકા
મુંબઈ-દિલ્હીની મેચમાં એક તસવીર વાયરલ થઈ હતી. જ્યાં બે યુવતીઓ એક સાથે જોવા મળી. દિલ્હી કેપિટલ્સની ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારની આ તસવીર સોશિયલ મીડિયામાં છવાયેલી રહી. જેમાં એક મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતી હુંડિયા છે. જ્યારે બીજી તેની મિત્ર કશિકા કપૂર છે.

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ
ઈશાન કિશન અને અદિતિ હુંડિયાના રિલેશનપશિપને લઈ ઘણાં સમયથી અટકળો લગાડવામાં આવી રહી છે. જો કે બંનેએ પોતાના તરફથી તે વાતને કન્ફર્મ નથી કર્યું. અદિતી વારંવાર ઈશાનને સપોર્ટ કરતી જોવા મળી છે.

કોણ છે અદિતી હુંડિયા?
અદિતી હુંડિયાની વાત કરવામાં આવે તો તે એક ફેશન મોડલ છે. અદિતી વર્ષ 2017ના મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઈનલિસ્ટ રહી ચુકી છે. સાથે જ 2018માં તે મિસ સુપરનેશનલ ઈન્ડિયાનો ખિતાબ પણ જીતી ચુકી છે.
કોણ છે કશિકા કપૂર?
અદિતિ હુંડિયા શનિવારે પોતાની ફ્રેન્ડ કશિકા કપૂર સાથે મેચ જોવા પહોંચી હતી. કશિકા કપૂર પણ એક મોડલ છે,જેની તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. કશિકા કપૂર પણ એક સોશિયલ મીડિયા સેન્સેશન છે, તેના ઈન્સ્ટાગ્રામ પ 6.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. કશિકાએ ઈન્સ્ટાગ્રામ પર વાનખેડે મેદાનની તસવીર પણ શેર કરી હતી.

