ગુજરાત

સાફ છબી ધરાવતા વિકાસ સહાય કોણ છે અને કેવો રહ્યો તેમનો કાર્યકાળ

Text To Speech

1965માં જન્મેલા અને ઈતિહાસના વિષય સાથે અનુસ્નાતકનો અભ્યાસ કરનાર વિકાય સહાય 1989માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા. રાજ્યના વિવિધ જિલ્લાના પોલીસ વડા તરીકે કામગીરી સંભાળનાર વિકાસ સહાયના પ્રામાણિક સ્વભાવને કારણ પોલીસમાં તેમની છાપ અકડુ અધિકારી તરીકેની છે.  તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે કામ ન થાય ત્યારે બહુ જલદી ઉશ્કેરાઈ જાય છે. પાતળો બાંધો ધરાવતા આ આઈપીએસ અધિકારીની પીઠ પાછળ તેમનો સ્ટાફ તેમને તેજ દિમાગ તરીકે સંબોધે છે.

આ પણ વાંચો : ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયની નિમણૂક
vikas - Humdekhengenews ગુજરાતને મળેલા નવા ડીજીપી વિકાસ સહાય એમ તો ખૂબ સાફ ઇમેજ ધારવે છે અને છેલ્લા ઘણા સમયથી ડીજીપી બનાવની રેસમાં તેમનું નામ પણ મોખરાનુ હતું. વિકાસ સહાય અગાઉ અમદાવાદના ડેપ્યુટી કમિશનર પણ રહી ચૂક્યા છે. અમદાવાદ ડેપ્યુટી કમિશનર હતા ત્યારે તેમણે એક બુટલેગરને તેનો ધંધો છોડાવી નવું જીવન આપ્યું હતું જેના માટે તેમની ઘણી પ્રશંસા પણ થઈ હતી. અગાઉ રાજકોટ કમિશનરની તપાસ પણ વિકાસ સહાયને સોંપવામાં આવી હતી.

vikas - Humdekhengenews અગાઉ રૂપાણી સરકારમાં LRD, PSI સહિત અનેકવિધ ભરતી બોર્ડના અધ્યક્ષ રહી ચૂક્યા છે વિકાસ સહાય. વર્ષ 2018 માં પેપરલીકના મામલે રૂપાણી સરકારે વિકાસ સહાયની પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બદલી કરી દેવામાં આવી હતી ત્યારથી વિકાસ સહાય ત્યા પોતાની ફરજ બજાવી રહ્યા હતા. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રક્ષાશક્તિ યુનિવર્સિટીનો ટાસ્ક પણ વિકાસ સાહેને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા, 22 વર્ષે મળ્યો ન્યાય

1989 બેચના IPS અધિકારી વિકાસ સહાય જૂન 2025માં રિટાયર્ડ થવાના છે ત્યારે હવે તેમની વયનિવૃત્તિ સુધી ગુજરાતના પોલીસ વડા રહેશે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.

Back to top button