ઉત્તર ગુજરાતગુજરાત

હર્ષ સંઘવીની ભગવાન સાથે સરખામણી કરનાર દંપતિ કોણ? કહ્યું- તમે અષાઢી બીજે અમારા માટે શ્રીકૃષ્ણ બનીને આવ્યા

અમદાવાદ: અમેરિકા જવાની ઘેલછામાં અનેક પરિવારો વિખરાઈ ગયા હોવાની એક નહી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ વધુ એક ઘટના વિશે તમે આજના સમાચાર પત્રમાં વાંચ્યું હશે. અમદાવાદના એક દંપતી અમેરિકા જવા માટે એજન્ટનો સંપર્ક કર્યો હતો, ત્યાર બાદ આ એજન્ટે અમેરીકા મોકલી આપવાની જવાબદારી લીધી હતી. ત્યાર બાદ દંપતી અમદાવાદથી હૈદરાબાદ અને હૈદરાબાદથી વાયા દુબઈ થઈને ઈરાન પહોચી હતી. પરંતુ ઈરાન પહોચતાની સાથે જ આ દંપતીને ત્યાના એજન્ટો દ્વારા બંધક બનાવી દેવામાં આવી હતી. બંધક બનાયા બાદ દંપતીને ઘરેથી રુપિયા મંગાવાની માંગ કરી હતી.

જોકે, આ દંપતિને બચાવી લેવામાં આવ્યું છે. આ દંપત્તિને બચાવવા પાછળ સૌથી મોટી ભૂમિકા હર્ષ સંઘવી દ્વારા ભજવવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ અંગેનો એક પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં હર્ષ સંઘવીનો આભાર માનવામાં આવી રહ્યો છે. આ પત્ર ઈરાનમાં ફસાયેલા દંપતિના પરિવાર તરફથી હર્ષ સંઘવીને લખવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ઈરાકમાં દંપતિને કેટલાક એજન્ટોએ બંધક બનાવી શરીર પર બ્લેડના ઘા પણ માર્યા હતા. આ અંગેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયોમાં યુવક તેમના ઘરવાળાને તાત્કાલિક પૈસા મોકલી આપવાની માગણી કરી રહ્યો હતો. આ વીડિયોમાં યુવક પરિવારને આજીજી કરી રહ્યો છે કે તાત્કાલિક પૈસા મોકલાવી આપો. 15 લાખ જેવી રકમની માગ કરવામાં આવી રહી હતી.

આ કેસમાં જ દંપતિ માટે હર્ષ સંઘવી ભગવાનના રૂપમાં સામે આવ્યા હતા. હર્ષ સંઘવીની ભરપૂર કોશિશથી અમદાવાદના દંપતિને પરત લાવવામાં સફળતા મળી છે. આ અંગે હવે પંકજ અને નિશાએ હર્ષ સઘવી માટે એક પત્ર લખ્યો છે, જેમાં દંપતિએ હર્ષ સંઘવીને ભગવાન શ્રીકૃષ્ણ ગણાવ્યા છે.

વાંચો દંપતિને બચાવવા પર પરિવારે પોતાના પત્રમાં શું કહ્યું?

“હર્ષભાઇ સાહેબ આપનો માનિયે તેટલો આભાર ઓછો છે. તમે અમારા માટે આ અષાઢી બીજે શ્રીકૃષ્ણ બનીને આવ્યા”: પંકજ/નિશા

અમારા પુત્ર પંકજ, પુત્રવધુ નિશાને ઇરાનના તહેરાનમા ગોંધી રાખી, ખંડણી માંગ્યાની જાણ રવિવારની રાતે નવેક વાગ્યાની આસપાસ એક વોટ્સેપ મેસેજથી ગૃહમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી સાહેબને કરી હતી. તેઓ રથયાત્રાના બંદોબસ્ત, સુરતના યોગ દિવસ સહિતના કાર્યક્રમોની તૈયારીમા હતા. છતાંય રવિવારની રાતથી સોમવારે રાત એમ બબ્બે રાતના ઉજાગરા વેઠીને તેમણે સતત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની હાઈલેવલ ડેડીકેટેડ ટીમ દ્વારા તપાસ કરાવી, તેમણે જાતે જ Ministry of External Affairs; GOI, Central IB, RA&W, INTERPOLનો પણ સંપર્ક કર્યો અને ઇરાન ખાતેના ભારતીય દૂતાવાસ, તહેરાન માં ડેપ્યુટી ચીફ ઓફ મિશન શ્રી જહોન માઈનો સંપર્ક કરીને ભાઇ પંકજ અને નિશાને શોધવા મદદ માંગી હતી.

ગૃહમંત્રી સંઘવી સાહેબના આ પ્રયાસોથી ગુજરાતી દંપતિ તહેરાનથી મળી આવ્યા છે. અને તેઓ સ્વદેશ આવવા રવાના થયા છે. માત્ર ૨૪ કલાકમાં વિદેશની ધરતી પર મદદ કરનાર ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં અધિકારીઓનું અમારો પરિવાર ખૂબ જ ઉપકાર માની આભારની લાગણી વ્યકત કરે છે.

અમારી સાથે થયુ તેવુ કોઇની સાથે ન થાય. કોઇ બે નંબરમા એજન્ટના દોરવાયા વિદેશ ન જાય. આ રસ્તો ખોટો છે.

આ પણ વાંચો- રથયાત્રા: CM ડેશ બોર્ડથી નજર રાખી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Back to top button