ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કોણ છે ભારતીય મૂળના થર્મન ષણમુગરત્નમ? જે Singaporeમાં લડશે રાષ્ટ્રપતિની ચૂંટણી

Text To Speech

ભારતીય મૂળના વરિષ્ઠ મંત્રી થર્મન ષણમુગરત્નમ સિંગાપોરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે તમામ સત્તાવાર અને રાજકીય હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત કરનાર થર્મન ષણમુગરત્નમને સંસદીય કાર્યવાહીના તેમના છેલ્લા દિવસે સાંસદો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને બે દાયકાથી વધુ સમયથી જાહેર સેવામાં આપેલા તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

Tharman Shanmugaratnam-HDNEWS
Tharman Shanmugaratnam, Senior Minister of Singapore

66 વર્ષીય ભારતીય મૂળના થર્મન, જેમણે સામાજિક નીતિઓના સંકલન મંત્રી તરીકે સેવા આપી હતી, તેઓ શુક્રવારે પીપલ્સ એક્શન પાર્ટીમાંથી પણ રાજીનામું આપશે. કારણ કે તેમણે સિંગાપોરના રાષ્ટ્રપતિ પદ માટે પોતાની દાવેદારીની જાહેરાત કરી છે. સંસદમાં તેમની છેલ્લી બેઠક ગુરુવારે હતી.

Tharman Shanmugaratnam-hdnews
થર્મન ષણમુગરત્નમની સિંગાપોર સંસદમાં તેમની છેલ્લી બેઠક ગુરુવારે હતી

‘સ્ટ્રેટ્સ ટાઈમ્સ’એ ગુરુવારે ગૃહના નેતા ઈન્દ્રાણી રાજાને ટાંકીને જણાવ્યું હતું કે, “અમે આ ગૃહમાં એસએમ થરમનને મિસ કરીશું.” તેમની હાજરી માત્ર પ્રભાવશાળી ન હતી, પરંતુ તેમના ભાષણો પણ વિદ્વતાપૂર્ણ હતા. એસએમની સૌથી મોટી ભેટ એ હતી કે તેઓ જટિલ આર્થિક સિદ્ધાંતોને ખૂબ જ સરળતા પૂર્વક રીતે રજૂ કરતા હતા.” તેમણે કહ્યું, “અમને તેમની બુદ્ધિમત્તા અને વાકપટુતાની કમી હંમેશા રહેશે. મને લાગે છે કે સૌથી વધુ, અમે તેમને એક મિત્ર અને સાથી સંસદસભ્ય તરીકે યાદ કરીશું.”

SINGAPOR-HDNEWS
Singapor

થરમન 2001માં સંસદ સભ્ય તરીકે રાજકારણમાં જોડાયા હતા અને નાયબ વડા પ્રધાન તેમજ શિક્ષણ અને નાણાં પ્રધાન સહિત અનેક કેબિનેટના હોદ્દા સંભાળ્યા હતા. તેમણે સિંગાપોરની મોનેટરી ઓથોરિટીના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. થરમેને સાર્વભૌમ સંપત્તિ ભંડોળ GICના વાઇસ-ચેરમેન તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે તેની રોકાણ વ્યૂહરચના સમિતિની અધ્યક્ષતા કરી હતી અને આર્થિક વિકાસ બોર્ડની આંતરરાષ્ટ્રીય સલાહકાર પરિષદની અધ્યક્ષતા કરી હતી.

સિંગાપોરમાં દર 6 વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાય છે. આ વર્ષે વર્તમાન રાષ્ટ્રપતિ હલીમાહ યાકબનો કાર્યકાળ 13 સપ્ટેમ્બરે પૂરો થાય તે પહેલા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે સિંગાપોરમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો માટે ખૂબ જ કડક નિયમો અને શરતો છે.

આ પણ વાંચો: અમેરીકાનું મોટુ નિવેદન, કહ્યું ભારત રશિયા અને યુક્રેન યુધ્ધમાં મહત્વની ભુમીકા ભજવી શકે

 

Back to top button