વર્લ્ડ

કોણ છે આતંકવાદી તૈસીર અલ જબારી, જેની પાછળ ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં છોડ્યા હતા ઘણા રોકેટ

Text To Speech

આતંકી હુમલાની ચેતવણી બાદ ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં અનેક રોકેટ છોડ્યા હતા. આ હુમલામાં આતંકી સંગઠન પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ નો વરિષ્ઠ કમાન્ડર તૈસીર અલ-જબારી માર્યો ગયો હતો. જબારી ઉપરાંત વધુ નવ આતંકીઓના મોતના સમાચાર છે. આ હુમલાના થોડા સમય બાદ ગાઝાથી ઈઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયેલે કહ્યું કે, તેણે આ સપ્તાહની શરૂઆતમાં પેલેસ્ટિનિયન વિદ્રોહીની ધરપકડ બાદ કબજા હેઠળના પશ્ચિમ કાંઠે વધી રહેલા તણાવ વચ્ચે શુક્રવારે ગાઝા પર હુમલો કર્યો. હુમલામાં માર્યા ગયેલા તૈસીર અલ-જબારી ખૂબ જ પ્રખ્યાત આતંકવાદી હતા.

કોણ છે તૈસીર અલ-જબારી?

તમને જણાવી દઈએ કે, પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ ગ્રુપ ના વરિષ્ઠ કમાન્ડર તૈસીર અલ જબારીને ઈઝરાયેલ વિરુદ્ધ હુમલાની યોજના બનાવવા માટે રાખવામાં આવ્યો હતો. તે એન્ટ્રી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરવામાં પણ સામેલ હતો. તૈસીર જબારી પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદ ગ્રુપના ગાઝા પટ્ટીનો કમાન્ડર હતો. કમાન્ડર બાહા-અબુ અલ-અતાની ઇઝરાયેલની કાર્યવાહીમાં ધરપકડ અને હત્યા થયા પછી તેણે ત્રણ વર્ષ અગાઉ સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું હતું. તૈસીર અલ-જબારીને ઈઝરાયેલનો સૌથી ખતરનાક આતંકવાદી માનવામાં આવતો હતો. ઇઝરાયેલની સેનાએ તેને મારવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. જબરીને મારવા માટે ઇઝરાયલી એરફોર્સના જેટ ઉતર્યા હતા. ઈઝરાયેલે દેશમાં ખાસ પરિસ્થિતિની પણ જાહેરાત કરી છે. જ્યાં સરહદની 80 કિમીની અંદરની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લોકોની અન્ય પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે.

આતંકવાદી તૈસીર અલ જબારી- humdekhengenews

તૈસીર અલ-જબારી ઈરાન સમર્થિત આ આતંકવાદી જૂથની ટોચની રેન્કમાં સામેલ હતો. IDFના પ્રવક્તા બ્રિગેડિયર-જનરલ રેન કોચાવે જણાવ્યું હતું કે, 50 વર્ષીય જબારી દાયકાઓથી ઇસ્લામિક જેહાદનો સભ્ય હતો. તેના નેતાઓ સીરિયામાં રહે છે. તમને જણાવી દઈએ કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનના હમાસ વચ્ચે 15 વર્ષમાં ચાર યુદ્ધો અને ઘણી નાની અથડામણ થઈ છે. તાજેતરના સમયમાં સૌથી ભીષણ યુદ્ધ મે 2021માં થયું હતું અને તેની આશંકા આ વર્ષની શરૂઆતમાં પણ વધી હતી. હમાસના પ્રવક્તા ફૌઝી બારહોલ્મે કહ્યું, “ગાઝા વિરુદ્ધ ઉશ્કેરણી શરૂ કરનારા ઈઝરાયેલના દુશ્મનોએ એક નવો ગુનો કર્યો છે, જેના માટે તેઓ ચૂકવણી કરશે.”

Back to top button