ગુજરાતટોપ ન્યૂઝ

લોકોની વચ્ચે સતત ખડે પગે રહીને લોકચાહના મેળવનાર સિંઘમ અધિકારી રવિ તેજા કોણ છે ?

તાજેતરમાં રાજ્યમાં 70 IPS અધિકારીઓની બદલી કરવામા આવી છે. જેમાં જુનાગઢના એસપી રવિ તેજાની બદલી ગાંધીનગર થઇ છે.ગઈ કાલે તેઓએ શહેર છોડીને જતા આ અધિકારીને જૂનાગઢ વાસીઓએ અદકેરુ વિદાયમાન આપ્યું હતું. જૂનાગઢમાં તેમણે મુશ્કેલ સમયમાં જે કામ કર્યું તેના કારણે લોકો તેમની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

રવિ તેજા-humdekhengenews

રવિ તેજા વાસમ શેટ્ટીએ ગાંધીનગર ખાતે ચાર્જ સંભાળ્યો

તાજેતરમાં ગૃહ વિભાગે રાજ્યના IPS કેડરના પોલીસ અધિકારીઓની બદલીઓ કરી હતી. કેટલાક પોલીસ કમિશ્નર, રેન્જ IGP અને DCP થી લઈ જિલ્લાના પોલીસ અધિક્ષક એટલે કે SP ની બદલી કરવામાં આવી હતી. જેમાં જૂનાગઢના SP રવિ તેજા વાસમ શેટ્ટીની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી હતી. આથી તેઓ ગઈ કાલે પોતાનો ચાર્જ સંભાળવા ગાંધીનગર આવી પહોંચ્યા હતા.

 

જુનાગઢવાસીઓએ દિલ ખોલીને પ્રેમ વરસાવ્યો

તેઓ ગાંધીનગર આવે તે પહેલા જુનાગઢવાસીઓએ દિલ ખોલીને તેમની પર પ્રેમ વરસાવ્યો હતો. તેમની વિદાયમાં પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ તો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ જૂનાગઢના સ્થાનિકો પણ રસ્તા પર તેમને વિદાય આપવામા માટે આવી પહોંચ્યા હતા.

 આ પણ વાંચો : અરવલ્લી જિલ્લાના પ્રથમ મહિલા SP તરીકે શેફાલી બરવાલે સંભાળ્યો ચાર્જ

રવિ તેજા-humdekhengenews

જૂનાગઢમાં મુશ્કેલ સમયમાં કરેલી અદભૂત કામગીરી

IPS રવિ તેજા 2015 બેચના IPS ઓફિસર છે, તેઓ જૂનાગઢ હર મુશ્કિલમાં લોકો વચ્ચે જોવા મળ્યા હતા. રવિ તેજા ગુજરાત પોલીસના ફિટ ઓફિસરોમાં સામેલ છે. અસામાજિક પ્રવૃતિઓમાં સંડોવાયેલા તત્વો પર અનેક વખત કડક કાર્યવાહી કરી છે.રવિ તેજા ઘણીવાર ગ્રાઉન્ડ ઝીરો પર પોતાના ઓફિસર સાથે જોવા મળે છે. પૂરમાં તેજાનો વીડિયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો.જૂનાગઢ ગિરનાર પર્વત પર ભારે વરસાદથી ડૂબી ગયો ત્યારે રવિ તેજા પોતે ગ્રાઉન્ડ ઝીરો પર હતા. જૂનાગઢમાં ત્રણ વર્ષ દરમિયાન તેમણે લો અને ઓર્ડરની પરિસ્થિતિ સુપેરે સંભાળી હતી.

રવિ તેજા-humdekhengenews

જાણો કોણ છે ઝાબાજ પોલીસ અધિકારી રવિ તેજા ?

રવિ તેજા વાસમ શેટીએ 2015માં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી હતી. તેઓ ગુજરાત કેડરના IPS ઓફ઼િસર છે. તેમના વિસ્તારમાં જ્યારે પણ કોઇ આફત આવે છે, ત્યારે તેઓ હંમેશા લોકોની સાથે ઉભા હોય છે. ઓગસ્ટ, 2020માં જૂનાગઢના જિલ્લા પોલીસ વડા તરીકે રવિ તેજા વાસમ શેટીની બદલી કરવામાં આવી હતી. IPS ઓફિસર રવિ તેજા વાસમ શેટ્ટી તે અગાઉ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે DYSP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આઇપીએસ રવિ તેજા કડક અધિકારી તરીકે નામના ધરાવે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે તેમની માંગરોળ ખાતેની કડક કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે અને એવુ કહેવાય છે કે રવિ તેજા હંમેશા સત્યની સાથે રહે છે અને મુશ્કેલીના સમયમાં લોકોની પડખે હંમેશા ઉભા રહ્યાં છે અને તેના કારણે લોકો તેમને રિયલ લાઈફ હીરો માને છે. અને તેમની ખુબ પ્રશંસા પણ કરતા હોય છે.

આ પણ વાંચો : EDએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલના ઘરે પાડ્યા દરોડા, જાણો સમગ્ર મામલો

Back to top button