કોણ છે રિતુ કરીધલ જે સંભાળી રહી છે ચંદ્રયાન-3ની કમાન, જાણો ‘રોકેટ વુમન’ વિશે તમામ માહિતી
આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક દિવસ બની રહેશે, કેમકે આજેISRO મહત્વાકાંક્ષી ચંદ્રયાન 3 લોન્ચ કરશે. આજે બપોરે 2.35 કલાકે ચંદ્રયાન-3 ચંદ્ર તરફ ઉડાન ભરશે.સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકેલી છે તમને જણાવી દઈએ કે આ ચંદ્રયાન-3ના ઉતરાણની જવાબદારી મહિલા વૈજ્ઞાનિક રિતુ કરીધલને સોંપવામાં આવી છે. રિતુ કરીધલ ભારતની ‘રોકેટ વુમન’ તરીકે ઓળખાય છે. અમે તમને આ અહેવાલમાં રિતુ કરીધલ વિશે જણાવીશું.
આજે ભારત ચંદ્રયાન-3 લોન્ચ કરશે
આજે ભારત ચંદ્રયાન-3ને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી બપોરે 2.35 કલાકે લોન્ચ કરશે. ત્યારે ‘રોકેટ વુમન’ તરીકે ઓળખાતા સ્પેસ સાયન્ટિસ્ટ ઋતુ કરીધલ શ્રીવાસ્તવ આ મિશનને આગળથી લીડ કરી રહી છે.
જાણો કોણ છે ઋતુ કરીધલ
ઋતુ કરીધાલઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં મોટી થઈ છે.તેમનું નિવાસસ્થાન રાજાજીપુરમમાં છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ લખનૌની સેન્ટ એગ્નેસ સ્કૂલમાં કર્યું. ત્યાર બાદ તેમણે નવયુગ કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યો. અને તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં એમએસસી કર્યું છે. વિજ્ઞાન અને અવકાશમાં રસ જોઈને ઋતુએ પછી ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગ્લોરમાં એડમિશન લીધું હતું. અને બેંગ્લોરમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech પૂર્ણ કરી.
ઋતુ કરીધલની કારકિર્દી
M.Techપછી રિતુ કરીધલે પીએચડીનો અભ્યાસ શરૂ કર્યો. અને કોલેજમાં પાર્ટ ટાઈમ પ્રોફેસર તરીકે નોકરી કરી. આ દરમિયાન તેમણે 1997 માં ઇસરોમાં નોકરી માટે અરજી કરી હતી. તેમની ત્યાં નિમણૂક કરવામાં આવી હતી.આ પછી રિતુએ ઈસરોમાં નોકરી શરૂ કરી. એરોસ્પેસમાં નિષ્ણાતઋતુની કારકિર્દી સિદ્ધિઓથી ભરપૂર રહી છે.
2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મેળવ્યો
રિતુને 2007માં યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો છે.તે સમયે મંગળ મિશન પર કામ શરૂ થવાનું હતું આ સિવાય વિવિધ મિશનમાં તેમની ભૂમિકા માટે દેશના અગ્રણી અવકાશ વૈજ્ઞાનિકોમાં તેમનું નામ સામેલ છે.
આ રીતે મળી ચંદ્રયાન-3ની જવાબદારી
રિતુ કરીધલ ચંદ્રયાન-2ના મિશન ડાયરેક્ટર હતા. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને, ISROએ તેમને 2020 માં જ ચંદ્રયાન-3 મિશામમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવાનું નક્કી કર્યું. આ મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરામુથુવેલ છે.
આ પણ વાંચો : દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, ધજા અને બુકિંગ સિસ્ટમમાં થયા મોટા ફેરફાર