કોણ છે આ રક્ષિત ચૌરસિયા? જે વડોદરામાં રસ્તા પર રફ્તારનો રાક્ષસ બનીને આવ્યો, કેટલાય લોકોને ઉડાવી દીધા

Vadodara Hit And Run Case: વડોદરામાં ગુરુવારે રાતના લોના એક સ્ટૂડન્ટે ફુલ સ્પિડે કાર ચલાવતા કેટલાય લોકોને ટક્કર મારી દીધી હતી. તેમાં એક મહિલાનું મૃત્યુ પણ થઈ ગયું છે, જ્યારે ચાર અન્ય ઘાયલ થઈ ગયા છે. ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું કે, આ દુર્ઘટના હોળિકા દહનના દિવસે મોડી રાતે લગભગ સાડા 12 વાગ્યે કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ ચોક નજીક થઈ હતી. દુર્ઘટના બાદ કાર ચાલક 20 વર્ષિય રક્ષિત ચૌરસિયાની ધરપકડ કરી લેવામાં આવી છે.
અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, તે નશામાં કાર ચલાવવાનો મામલો હોય શકે છે. ઘટનાસ્થળ પર પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું કે, ચૌરસિયા નશાની હાલતમાં લાગી રહ્યો હતો. દુર્ઘટના બાદ તે કારમાંથી બહાર આવ્યો અને નારા લગાવી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાની ઓળખાણ હેમાલી પટેલ તરીકે થઈ છે, જે દુર્ઘટના સમયે સ્કૂટર ચલાવી રહી હતી.
તેમણે કહ્યું કે, કાર તેના મિત્ર મીત ચૌહાણની હતી, જે ચાલકની બાજુની સીટ પર બેઠો હતો. ચૌરસિયાએ મુક્તાનંદ ચોક તરફ જતી વખતે ફુલ સ્પીડમાં કાર ચલાવી હતી. આ દરમ્યાન અમુક ટુ વ્હીલર વાહનોને ટક્કર મારી દીધી. તેની પણ ધરપકડ થઈ ગઈ છે.
પ્રત્યક્ષદર્શીઓ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોમાં Volkswagen કારનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયેલો દેખાય છે. વીડિયોમાં ચૌહાણ કારમાંથી બહાર આવ્યા બાદ દુર્ઘટના માટે ચૌરસિયાને દોષિત ઠેરવી રહ્યો છે.
વીડિયોમાં ચૌરસિયાને ત્યાં હાજર લોકો મારતા દેખાય છે. જે બાદ તેને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. સીસીટીવી ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે ફુલ સ્પિડે આવી રહેલી કારે બે સ્કૂટરને ટક્કર મારી હતી અને સવાર લોકોને પાડી દીધા હતા. ત્યાર બાદ ઢસડાતા અચાનક રોકાઈ ગઈ.
રાહદારીઓએ દુર્ઘટના બાદ વીડિયો શૂટ કરી લીધો, જે વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, ચૌરસિયા ટુ વ્હીલરને ટક્કર માર્યા બાદ બહાર નીકળે છે અને નિકિતા…નિકિતાના નામની ચીસો પાડે છે. પછી આમ તેમ ભાગવાની કોશિશ કરે છે. ત્યાર બાદ ઓમ નમ: શિવાયને બે વાર જાપ પણ કરે છે. આ દરમ્યાન ત્યાં હાજર લોકો એકઠા થઈ જાય છે અને તેને મારવાનું શરુ કરે છે.
રક્ષિત ચૌરસિયા એક Volkswagen Virtus GT Plus બ્લેક કાર ચલાવી રહ્યો હતો. જેની નંબર પ્લેટ GJ06RA687 હતી. પોલીસે આ ઘટના બાદ જણાવ્યું છે કે, તે રક્ષિત મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે. જે અહીં લોનો અભ્યાસ કરી રહ્યો છે. તે અહીં પેઈંગ ગેસ્ટમાં રહેતો હતો. શરુઆતી તપાસમાં સામે આવ્યું છે કે, તે વડોદરાની એમએસ યૂનિવર્સિટીમાં લો ફેકલ્ટીમાં ભણે છે. તેના પિતા બનારસમાં બિઝનેસ મેન છે.
આ પણ વાંચો: ખેડૂત નેતા રાકેશ ટિકૈતની કાર સાથે નીલગાય અથડાઈ, કારના ભુક્કા બોલાવી દીધા