ટ્રેન્ડિંગનેશનલમનોરંજનમીડિયા

કોણ છે Rajvir Jawanda? અકસ્માત પછી વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે

પંજાબ, 28 સપ્ટેમ્બર 2025:  પંજાબી સિંગર રાજવીર જવાંદા રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે રાજવીર બાઇક પર બદ્દીથી શિમલા જઈ રહ્યા હતા. એક્સિડન્ટ બાદ સિંગરને તાત્કાલિક મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર્સે સિંગરની હાલત ગંભીર જણાવી છે. રાજવીરના માથા અને કરોડરજ્જુમાં ઇજાઓ થઈ છે. આ ઉપરાંત, વેન્ટિલેટર પર લઈ જતાં પહેલાં સિંગરને હૃદયરોગનો હુમલો પણ થયો હતો.

રાજવીર જવાંદા કોણ છે?

રાજવીર જવાંદા પંજાબી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. લુધિયાણામાં જન્મેલા રાજવીર ‘કાલી જવાંદે દી’ ગીતથી પ્રખ્યાત થયા હતા. ગાયન ઉપરાંત રાજવીર લેખક અને અભિનેતા પણ છે. બાળપણથી જ રાજવીરને ગીત ગાવાનો ખૂબ શોખ હતો અને તેઓ સિંગર બનવા માંગતા હતા. રાજવીરને સિંગર બનવાની પ્રેરણા ગુરદાસ માનનાં ગીતો સાંભળીને મળી હતી. આજે રાજવીર પંજાબી ફિલ્મોમાં ગીત ગાવાની સાથે અભિનય પણ કરે છે. ‘કાલી જવાંદે દી’ ગીતથી સુર્ખીઓ મેળવનાર રાજવીરે ‘મુકાબલા’, ‘સરનેમ’, ‘પટિયાલા શાહી પગ’, અને ‘લેન્ડલોર્ડ’ જેવાં હિટ ગીતો આપ્યાં છે.

સિંગર્સ હોસ્પિટલ પહોંચ્યા

PTIના રિપોર્ટ અનુસાર, ફોર્ટિસ હોસ્પિટલના ડૉક્ટર્સે નિવેદન જારી કરીને જણાવ્યું છે કે રાજવીર હાલમાં વેન્ટિલેટર પર છે અને તેમની હાલત ખૂબ નાજુક છે. આ સમાચારથી રાજવીરના ફેન્સ ખૂબ દુઃખી છે. સોશિયલ મીડિયા પર રાજવીરના ફેન્સ તેમની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ ઉપરાંત, જસ બાજવા, ગિપ્પી ગ્રેવાલ, કંવર ગ્રેવાલ અને કુલવિન્દર બિલ્લા જેવા ઘણા પંજાબી સિંગર્સે રાજવીરના એક્સિડન્ટ પર અફસોસ વ્યક્ત કર્યો છે. આ સિંગર્સ રાજવીરનો હાલચાલ જાણવા માટે હોસ્પિટલ પણ પહોંચ્યા હતા.

CM માને પણ વ્યક્ત કર્યો અફસોસ

રાજવીરના એક્સિડન્ટના સમાચાર બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સિંગરના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. CM માને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સિંગર વિશે વાતચીત કરી છે. મુખ્યમંત્રી સાથે પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સ અને અમરિંદર સિંહ રાજા વડિંગે પણ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો : પાક-ચીન સરહદ પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, ભારતીય સેનાએ કરી 30,000 કરોડ રૂપિયાની ડીલ

Back to top button