ગુજરાતટોપ ન્યૂઝ

ઈસ્કોન બ્રિજ પર અકસ્માતમાં 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર નબીરો તથ્ય પટેલ કોણ છે ?,પિતા છે ગેંગરેપનો આરોપી

Text To Speech

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પાસે મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો.જેમાં 9 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.આ ભયાનક અકસ્માતને પગલે આખું અમદાવાદ ધ્રુજી ઉઠ્યું છે.આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમ ગાર્ડનું પણ મોત થયું હતું. જ્યારે 15થી 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે. જગુઆર કાર ચલાવનાર કારચાલકની ઓળખ થઈ ગઈ છે.

નબીરા તથ્ય પટેલના પિતાનો ગુનાહિત ઈતિહાસ

શહેરના ઈસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ લેનાર નબીરાની ઓળખ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જો છે. જે એસ.જી હાઈવે પર મોડી રાત્રે પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. અકસ્માત સર્જનાર તથ્ય પટેલ સાથે કારમાં કોઈ યુવતી પણ હતી. આ અકસ્માત બાદ યુવતી ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જાણકારી મુજબ નબીરા તથ્ય પટેલના પિતા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેઓ ગેંગરેપના કેસમાં આરોપી પણ છે.

ahmedabad - Humdekhengenews

પિતા પ્રજ્ઞેશ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ

9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલ દીકરો હોવાનું સામે આવ્યું છે.તથ્ય પટેલનો બાપ પ્રજ્ઞેશ પટેલ અનેક કેસનો ગુનેગાર છે.તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે નવેમ્બર 2020માં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી

નબીરા તથ્ય પટેલને બચાવવા પરિવારે કર્યું નાટક

જાણવા મળી રહ્યું છે કે અકસ્માત સર્જાયા બાદ પ્રજ્ઞેશ પટેલે ઘટનાસ્થળે પહોંચીને પોલીસ સાથે દાદાગીરી કરી હતી અને તથ્યને છોડાવીને રાત્રે જ લઇ ગયો હતો.નબીરા તથ્ય પટેલને બચાવવા માટે તેના પરિવારોએ નાટક શરૂ કર્યું હતું સારવાર આપવાના બહાને તથ્યને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.

 આ પણ વાંચો : ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે જળબંબાકાર

Back to top button