ટોપ ન્યૂઝનેશનલ

Mr Ballot Box કોણ છે ?, જેના માટે એક ખાસ એર ટિકિટ પણ બુક થઈ છે !!!

Text To Speech

હંમેશા જ્યારે પણ એર કે રેલવેમાં કે કોઈ પણ ટ્રાન્સપોર્ટ માટે ટિકિટ બુક કરાવવામાં આવે છે ત્યારે તેમાં તેનું નામ લખવામાં આવે છે. પણ હાલમાં એક ટિકિટ સામે આવી છે જેમાં નામ ‘Mr Ballot Box’લખેલું છે. તો આવો જાણીએ કેમ આ ટિકિટ ચૂંટણી પંચ દ્વારા બુક કરવવામાં આવે છે.

વાસ્તવમાં ગઈકાલે જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂરી થયા પછી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મતપેટીઓ નવી દિલ્હી આવવાની શરૂ થઈ ગઈ છે. ચૂંટણી અધિકારીઓની સાથે ‘Mr Ballot Box’ને નામે મતપેટીઓની પણ ટિકિટ બુક કરાવવામાં આવી હતી. દેશના ચૂંટણી પંચે (ECI) રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મતપેટીઓ મોકલી હતી.

Mr ballot-box

આ યાત્રા માટે ‘Mr Ballot Box’ નામથી વિવિધ ટુ-વે હવાઈ ટિકિટોની સાથે મતપેટીઓને બુક કરવામાં આવી હતી. આ પહેલાં સુપરવાઇઝર અધિકારીઓ દ્વારા બોક્સને હેન્ડ બેગેજના રૂપમાં મોકલવામાં આવી હતી. આ વર્ષે પંચે મતપેટીઓ માટે ટૂ-વે ટિકિટ બુક કરવામાં આવી હતી. તેમજ તેને એરપોર્ટથી જે તે મતદાન સુધી પણ સુરક્ષિત લઈ જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે છે.

ચૂંટણી અધિકારીઓ મતપેટીઓ સાથે સીટો પર બેસી જાય છે. ત્યારે બેલેટ બોક્સ માટે અલગથી જ એક સીટ બુક કરવામાં આવે છે જેના પર અન્ય મુસાફરોની જેમ જ બેલેટ બોક્સને પણ રાખવામાં આવે છે. હાલમાં જ ચૂંટણી પંચે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયામાં બેલેટ બોક્સની એક મુખ્ય ભૂમિકા હોય છે. આ કોઈ સાધારણ બોક્સ નથી. એ સૌથી મોટા લોકશાહી દેશના સર્વોચ્ચ પદના ભાગ્યનો નિર્ણય કરે છે. જેથી તેની સુરક્ષાની જવાબદારી પણ સૌથી મહત્વની છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના મતોની ગણતરી 21 જુલાઈએ કરવામાં આવશે. ત્યારે પરિણામ નક્કી કરશે કે દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે? દ્રોપદી મુર્મુ અને યશવંત સિંહા ચૂંટણી મેદાનમાં છે. NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ છે અને વિપક્ષે યશવંત સિંહાને ઉમેદવાર બનાવ્યા છે. જેમાં આશરે 99 ટકા જેટલું મતદાન થયું છે.

Back to top button