ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

કાશ્મીરી જેલમાં હવા ખાઈ રહેલો કિરણ પટેલ કોણ છે, શું છે હકીકત, જાણો સમગ્ર મામલો

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા માસથી વડાપ્રધાન ઓફિસના ઉચ્ચ અધિકારી હોવાનું કહીને જમ્મુ કાશ્મીરના પોલીસતંત્રને ગુમરાહ કરી z+ સિક્યુરિટીની મજા માણી રહેલો ઉચ્ચ શિક્ષા મેળવેલ કિરણ પટેલ અગાઉ અમદાવાદમાં G20 સમીટનો પણ એક કાર્યક્રમ કરી ચૂક્યો છે જેની અંદર ગુજરાત સહિત દેશના વિવિધ ક્ષેત્રના જાણીતા લોકો હજાર રહ્યા હતા.

આ પણ વાંચો : શ્રીનગરમાં પીએમઓના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખાવતા વ્યક્તિની ધરપકડ
કિરણ પટેલ - Humdekhengenews

કિરણ પટેલની પત્ની ડૉ માલિની પટેલ રાષ્ટ્રપ્રથમ સ્વૈછિક સંસ્થા નામની એક સંસ્થા પણ ચલાવે છે આ સંસ્થા દ્વારા જ g20 સમિટ અંતર્ગત એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કિરણ પટેલના ટ્વિટર હેન્ડલને જોતાં એવું લાગે છે કે માણસ ભાજપ તરફ ઢળેલો છે અને કેટલાક ભાજપના નાના મોટા નેતાઓ પણ તેના ફોલોઅર લિસ્ટમાં છે. સોશિયલ મીડિયા અને અન્ય જગ્યાઑ પર પણ કિરણ પટેલના વિવિધ નેતાઓ સાથેના ફોટા પણ ઉપલબ્ધ છે. અગાઉ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતના વિવિધ શહેરમાં છેતરપીંડીના ગુન્હા પણ નોંધાયેલા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત સહિતના અન્ય રાજ્યના કેટલાક મોટા અધિકારીઓ પણ કિરણ પટેલના ખૂબ અંગત હોવાનું જાણવા મળ્યું છે.

કોરોનાકાળ દરમિયાન કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ દ્વારા રાષ્ટ્રપ્રથમ ગ્રૂપના નામે મફત દવાઓ આપવાનું કામ કરી રહ્યા હતા. જે ઘણા ખાનગી મીડિયા ચેનલ્સ દ્વારા પણ કવર કરવામાં આવ્યું હતું ત્યારે અહી અનેક સવાલો ઉઠી રહ્યા છે. એકતરફ કિરણ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં છેતરપીંડીના કેસ પણ થયેલા છે બીજી તરફ સમાજસેવા પણ કરી રહ્યો છે અને હાલ જમ્મુ કાશ્મીરમાં પીએમઓ ઓફફઈસનો ઉચ્ચ અધિકારી તરીકેની ખોટી ઓળખમાં પકડાયો છે ત્યારે સમગ્ર મામલે આગળ શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું.

પણ સવાલ અહી ઘણા બધા છે કે શું ખરેખર કિરણ પટેલ રાજકીય રીતે કે અન્ય કોઈ પણ રીતે પીએમઓ સાથે સંકળાયેલો છે કે કેમ તે હવે પોલીસ તપાસમાં ખુલશે પણ એક વાત ચોક્કસ અહી સમજવાની જરૂર છે કે જે રીતે કિરણ પટેલ આટલા સમયથી લોકોની આંખોમાં ધૂળ નાખી રહ્યો હતો કે સાચે જ કોઈ સંસ્થા સાથે સંકળાયેલો હતો તે તો આવનાર સમય જ બતાવશે પણ 4 મહિનાથી જમ્મુ કાશ્મીરમાં જે સરકારી સેવાઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તે કોઈ નાની બાબત ઘણી શકાય નહિ. હવે તેનો ભૂતકાળ જોતાં આગામી સમયમાં તેના પર કોઈ મોટી કાર્યવાહી થાય છે કે પછી ભીનું સંકેલશે તે મોટો પ્રશ્ન છે.

Back to top button