મોરબી બ્રિજ દુર્ઘટનામાં કથિત આરોપી જયસુખ પટેલ કોણ છે ?
ગુજરાતની ચકચારી મોરબી બ્રિજ દુર્ઘટનાએ સમ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાથી 135 લોકોનાં મોત નિપજ્યા હતા. આ મામલે જવાબદારો સામે પગલા લેવામાં આવી રહ્યા છે. આ દુર્ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરી અને કુલ નવ લોકોની ધરપકડ કરી હતી જ્યારે 10મા આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરુધ્ધ પણ કેસ નોંધવમા આવ્યો હતો. જ્યસુખ પટેલે આજે સરેન્ડર કરી દીધું હતું.
જયસુખ પટેલે આજે કર્યું સરેન્ડર
મોરબી બ્રિજ દુર્ઘટનામાં પુલનું મેન્ટનન્સ કરનારી ઓરેવા કંપનીના માલિક સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના બાદ સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતા. જે આજે કોર્ટમાં હાજર થઈ સરેન્ડર કર્યું હતું. ત્યારે બ્રિજ રિપેરીંગ કરવામાં ઓરેવા કંપનીએ દાખવેલી બેદકારીના કારણે ઘટના બની હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ અનેક મોટા ખુલાસા સામે આવ્યા છે. ત્યારે કથિત આરોપી જયસુખ પટેલનું નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે. ત્યારે જયસુખ પટેલ કોણ છે ? તેને લગતી મહત્વી માહીતી અમે તમને જણાવીશું.
જયસુખ પટેલ વિશે માહીતી
મોરબી બ્રિજ દુર્ઘટનાના કથિત આરોપી જયસુખ પટેલ હાલ ઓરેવા કંપનીના માલિક છે. જયસુખ પટેલના પિતા ઓધવજીભાઈનું પણ પટેલ સમાજમાં ભારે વર્ચસ્વ હતું. તેના પિતા “દીવાલ ઘડિયાળના પિતા” તરિકે ઓળખાય છે. વર્ષ 1971માં ઓધવજી પટેલે ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી. ત્યારે કંપનીનું નામ ‘અજંતા ટ્રાન્ઝિસ્ટર ક્લૉક મૅન્યુફૅક્ચરર’ હતું. આ કંપનીમાં જયસુખ પટેલના પિતાની ભાગીદારી માત્ર 15 હજાર રૂપિયાની હતી. પરંતુ ધીરે ધીરે અજંતાની દીવાલ ઘડિયાળ સમ્ર ભારતમાં લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં આ કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ આખી ઓધવજીના નામે થઈ ગઈ. ત્યારે ઓધવજીએ ‘ક્વાટર્ઝ ઘડિયાળ’ બનાવવાનું શરૂ કર્યું. આમ કરીને અજંતા કંપની વિશ્વની સૌથી વધુ ઘડિયાળનું ઉત્પાદન કરતી કંપની બની ગઈ.
આ પણ વાંચો : મોરબી બ્રિજ દુર્ઘટના : અંતે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું કોર્ટમાં સરેન્ડર
અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ
ઓધવજી પટેલે આ કંપનીને સફળતાના ઉચ્ચ શીખરો સુધી પહોચાડી જેના કારણે ઇલેટ્રૉનિક્સ કન્ઝ્યુમર કૅટેગરીમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઑફ કૉમર્સે અજંતા ગ્રૂપને સતત 12 વર્ષ સુધી હાઇએસ્ટ ઍક્સ્પોર્ટરનો ઍવૉર્ડ આપ્યો. ત્યાર પછી આ કંપનીનો કોરોબાર ફક્ત ભારમાંજ નહી પરંતું 45 જેટલા દેશોમાં ફેલાયો હતો. પરંતું ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું નિધન થયું હતું. ત્યાર બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ. જેમાંથી ઓધવજી પટેલના પુત્ર જયસુખ પટેલ પોતાના ભાગે આવેલ કંપનીને નવું નામ આપ્યું ઓરેવા કંપની આવ્યું. જયસુખ પટેલ 1983માં કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પિતાની કંપનીમાં જોડાઈ ગયા હતા.
ઓરેવા નામ કેવી રીતે પડ્યું
જાણકારી મુજબ જયસુખ પટેલે પિતા ઓધવજીના નામનો ‘ઓ’ અને માતા ‘રેવા’ના નામ પરથી તેમના હિસ્સામાં આવેલી કંપનીને નવું નામ ઓરેવા આપ્યું હતું. ઓરેવા ગ્રૂપની હાલ 8 કંપની કાર્યરત છે. ઓરેવા ગ્રૂપ સીએફએલ બલ્બ, વોલ ક્લોક અને ઈ-બાઈકના ઉત્પાદનમાં નિષ્ણાત છે અને ઓરેવા કંપની દ્વારા અગાઉ પણ 15 વર્ષ સુધી આ બ્રિજનું સંચાલન અને મરામત કરવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : હજી પણ ઠંડી આવશે, હવામાન વિભાગે આગામી દિવસ માટે કરી મોટી આગાહી